રાજ્યમાં રમઝાન દરમિયાન શાળાઓના ટાઈમટેબલમાં ફેરફાર કરવાને લઈ વિવાદ ઉભો થયો છે. વડોદરામાં રમઝાનના મહિનાને લઈ એક કથિત આદેશને લઈ હંગામો થઈ રહ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP)નું કહેવું છે કે, વડોદરા પ્રાયમરી એજ્યુકેશન કમિટી તરફથી મુસ્લિમ બાળકો માટે રમઝાનમાં અલગ ટાઈમિંગની ઘોષણા કરવામાં આવી છે.
વીએચપી કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા આ આદેશને પરત ખેંચવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જો આ આદેશ પરત લેવામાં નહીં આવે તો હિંદુ વિદ્યાર્થીઓને પણ આ પ્રકારની રાહત શ્રાવણ અને નવરાત્રિમાં આપવામાં આવે. VHP એ વડોદરા મહાનગરપાલિકાને પોતાનો ફેંસલો રદ્દ કરવા માટે કહ્યું છે.
વીએચપીનું કહેવું છે કે, આ પગલું હિંદુ વિદ્યાર્થીઓ માટે ભેદભાવભર્યું હોઈ શકે છે અને આથી સમાજમાં નફરત વધી શકે છે. વીએચપી કાર્યકર્તાઓએ શિક્ષણ વિભાગ પાસે માંગ કરી છે કે, આ મામલે પૂન: વિચાર કરે અને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન અવસર સુનિશ્ચિત કરે.
આ ગુજરાત છે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ નથી- ગુજરાત વીએચપી
ગુજરાત વીએચપીના પ્રવક્તા હિતેન્દ્ર રાજપુતે ફેસબુક પર લખ્યું,’મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર યૂસીસી (સમાન નાગરિક સંહિતા) લાગુ કરવાની તૈયારી કરી રહી છે બીજી તરફ વડોદરા એજ્યુકેશન કમિટીએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ધર્મ આધારિત તુષ્ટિકરણને પ્રોત્સાહન આફતું સર્કુલર જારી કર્યું છે. સરકારે એ ન ભૂલવું જોઈએ કે તૃષ્ટીકરણનો વિરોધ તેની તાકાતનું કેન્દ્ર છે.’
વિહિપ ગુજરાતે પોતાના એક્સ એકાઉન્ટથી પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટેગ કરીને લખ્યું છે કે, કૃપા કરીને આ પરિપત્રની તપાસ કરાવો અને તત્કાલ રદ્દ કરાવો. જવાબદારો સામે કાર્યવાહી પણ જરૂરથી કરો. યાદ રહે તૃષ્ટિકરણનો વિરોધ જ બીજેપીના મજબૂત જનાધારનું કારણ છે. આ ગુજરાત છે, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ નથી. વિહિપે એક અન્ય એક્સ પોસ્ટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) નો ઉલ્લેખ કરતી તસવીર સાથે લખ્યું છે કે લાગે છે અધિકારી, મંત્રી સરકારના ઈરાદાઓથી અવગત નથી અથવા વડોદરા મહાનગરપાલિકા તો ગુજરાત સરકારના નિર્ણયથી તદ્દન સ્વતંત્ર છે.
આ પણ વાંચો: ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા અને ક્યા સમયે જવું છે બેસ્ટ, કયાં રોકાવું, જાણો તમામ વિગત
ત્યાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાસનાધિકારી શ્વેતાબેન પારેગીનું કહેવુ છે કે, રમાન મહિનાને લઈ આ પ્રકારનો આદેશ વર્ષોથી જારી થતો રહે છે. શિક્ષણ સમિતિ નિર્ણય બદલી શકે છે.
શાળાના ટાઈમિંગને લઈ શું આદેશ છે?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના આદેશથી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની શાળાઓનો સમય સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. સવારે 9:30 થી 10 વાગ્યા સુધી વિરામ રહેશે. બપોરના શાળાનો સમય બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધીનો છે. આમાં આરામનો સમયગાળો 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો છે. તેવી જ રીતે એક શિફ્ટમાં ચાલતી શાળાઓનો સમય બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધીનો છે. આમાં આરામનો સમયગાળો 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે શાળાઓમાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ છે. તેનો અમલ ત્યાં કરવામાં આવશે.





