scorecardresearch

Conversion: મહિસાગરમાં 45 દલિતોએ બૌદ્ધ ધર્મ કર્યો અંગિકાર, કેમ કરે છે લોકો ધર્માંતરણ?

conversion In Gujarat: મહિસાગર જિલ્લામાં 45 દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે અને તેમનો આરોપ છે કે દેશમાં અનુસૂચિત જાતિ સમુદાયો વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યો છે. તેમણે મહિનાઓ પહેલા રાજસ્થાનના જાલોર શહેરમાં એક વિદ્યાર્થીના મોતનો હવાલો આપ્યો હતો.

Conversion: મહિસાગરમાં 45 દલિતોએ બૌદ્ધ ધર્મ કર્યો અંગિકાર, કેમ કરે છે લોકો ધર્માંતરણ?
ભગવાન બુદ્ધ ફાઇલ ફોટો

ગુજરાત સહિત દેશમાં દર્માંતરણ મુદ્દો ખુબ જ ગંભીર રીતે વકર્યો છે. ત્યારે ગુજરાતના બાલાસિનોર વિસ્તારના 45 દલિતોને વધતા અત્યાચારનો હવાલો આપીને બૌદ્ધધર્મ અંગિકાર કરાવ્યાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લામાં 45 દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે અને તેમનો આરોપ છે કે દેશમાં અનુસૂચિત જાતિ સમુદાયો વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યો છે. તેમણે મહિનાઓ પહેલા રાજસ્થાનના જાલોર શહેરમાં એક વિદ્યાર્થીના મોતનો હવાલો આપ્યો હતો.

11 ડિસેમ્બરે બાલાસિનોરના ગાર્ડન પેલેસ હોટલમાં બૌદ્ધ ધર્મ અંગિકાર કરનાર રાજૂ ચૌહાણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ‘અમે પરિવર્તિ થઈ ગયા કારણ કે અમે જે ધર્મમાં પૈદા થયા એ ધર્મમાં અમને માણસ માનતા નથી. આવા અનેક અત્યાચારો છે જેને આપણે લગલભગ દરરોજ સાંભળીયે છીએ. અમે મૂંછ વધારી શકતા નથી. અમે ઘોડે સવારી નથી કરી શકા. જો અમે એવું કરીએ છીએ તો અમે માર્યા જઈએ છીએ. એટલું જ નહીં એક બાળક પાણી પીવાનું વાસણને અડકવાની હિંમત કરે છે તો તેને શિક્ષક માર મારે છે. આવી જ ઘટના થોડા મહિના પહેલા ઝાલોરમાં એક વિદ્યાર્થી ઇંદ્રા મેઘવાલની સાથે ઘટી હતી.’

ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના યુવકના પિતા અને કાકાને કેટલાક દિવસ પહેલા ધમકી આપવામાં આવી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો. કાકાને જોધપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “તેઓ ગાયની પૂજા કરી શકે છે અને તેનું મૂત્ર પી શકે છે. પરંતુ એક નિશ્ચિત સમુદાયના લોકો તેમને અડી શકતા નથી. નહીં તો તે અભડાઈ જશે. એટલા માટે પંચશીલ સિદ્ધાંતોથી પ્રભાવિત થઈને અમે એક એવા ધર્મમાં પરિવર્તિત થઈ ગયા જે દરેક મનુષ્યોને સમાન માને છે અને વ્યવહાર કરે છે.”

આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી 2022 : NOTA 9% ઘટ્યો, પરંતુ આદિવાસી અને દલિત બેઠકો પર વધુ

ચૌહાણ પ્રમાણે આ 45 લોકોમાં કેટલાક ખેડા અને પંચમહાલ જિલ્લાના છે. તેમણે કલેક્ટર ઓફિસમાં આવેદન આપ્યું હતું પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહીં. મહિસાગરના એડિશનલ કલેક્ટર નિવાસી સીવી લતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ધર્મ પરિવર્તન માટે લગભગ 29 આવેદન મળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આ અરજીઓને કલેક્ટરની સલાહ લેવા માટે અને એ સત્યાપિત કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવે છે કે ધર્માંરણ બળજબરી કર્યું છે કે નહીં.”

લતાએ વધુમાં જણાવ્યું હતું કે આવેદનો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે ‘અમારી પાસે મોટા પ્રમાણમાં ધર્માંતર અંગે મને કોઈ જાણકારી નથી. પરંતુ આવેદનો આવ્યા છે. અનુસૂચિત જાતિના લોકો દ્વારા 29 અરજીઓ આપવામાં આવી છે. જેમાંથી 21 બાલાસિનોરથી અને એક વીરપુર તાલુકા અને 7 મહિસાગર જિલ્લાના લુણાવાડાની છે.’

ચૌહાણના જણાવ્યા પ્રમાણે “અમારા ઉપર ધર્મ પરિવર્તન માટે કોઈ દબાણ ન્હોતું. અમે આ ધર્માંતરણ પ્રજ્ઞાર્નની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ કર્યું છે. જે પોરબંદરમાં એક બૌદ્ધ ગુરુ છે.” બાલાસિનોર પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર અમદાવાદમાં બૌદ્ધ એકેડમીના અધ્યક્ષ રમેશ બાંકર અને ગોધરામાં એક બૌધ સંગઠનના પ્રમુખ વીડી પરમાર પણ ધર્માંતરણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ- આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું- ભાજપ મારું ગોત્ર છે, લોકોની સલાહ પછી નિર્ણય કરીશ

પંચમહાલ જિલ્લાના નિવાસી એડિશનલ કલેક્ટર મહિપાલસિંહ ચુડાસ્માએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમણે સાંભળ્યું છે કે કેટલાક ધર્માંતરિત લોકો જિલ્લામાં છે. ‘આવા આવેદનો આવ્યા કરે છે. મેં સાંભળ્યું છે બાલાસિનોરમાં ધર્મ પરિવર્તન કરનાર લોકો કેટલાક અમારા જિલ્લાના પણ હતા. તેમણે અરજી દાખલ કરી છે. આવેદન તપાસ અને સત્યાપન માટે છે. પરંતુ અમે નથી જાણતા કે આ લોકો કોણ છે. જેમણે આવેદન કર્યું છે. શું આ એ લોકો છે જેમણે બાલાસિનોર સામૂહિક ધર્માંતરણમાં ભાગ લીધો છે.’

ખેડા સમાહરણાલય અનુસાર કાર્યાલયમાં આ પ્રકારના કોઈ આવેદન દાખલ કરયાના નથી. આવેદન પ્રક્રિયામાં સમય લાગે છે. કોઈપણ બીજા ધર્મમાં પરિવર્તિ થઈ શકે છે. પરંતુ શરત એટલી જ છે કે મજબૂર ન કર્યા હોવા જોઈએ.

Web Title: Conversion 45 dalits converted to buddhism in mahisagar

Best of Express