Cyclone Shakti Live Gujarat Weather Rain IMD Update : ગુજરાત પર શક્તિ વાવાઝોડાની આફત હાલ ટળી હોવાનું દેખાય છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ શક્તિ વાવાઝોડું આગામી 6 કલાકમાં નબળું પડી જવાની શક્યતા છે. હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમ દક્ષિણ દરિયામાં છે. વાવાઝોડાની અસરથી ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના મતે આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
શક્તિ વાવાઝોડું કેટલું દૂર છે, ક્યારે નબળું પડશે!
ગુજરાતના દરિયા કિનારે શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી છે. હવામાન વિભાગના મતે 7 ઓક્ટોબર, 2024ના રોજ હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમ દક્ષિણ દરિયામાં 980 કિમી અને નલિયાથી 1000 કિમી દૂર છે. તે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર ધીમે ધીમે પૂર્વદક્ષિણપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે. શક્તિ વાવાઝોડું આગામી 6 કલાક દરમિયાન નબળું પડી જશે. આ સાયક્લોન સિસ્ટમનું અંદાજિત કેન્દ્રીય દબાણ 1000 hPa છે. આ દરમિયાન 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાશે.
7 જિલ્લામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ
શક્તિ વાવાઝોડાની અસરે ગુજરાતના છેલ્લા વિસ્તારોમાં છેલ્લા 3 – 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીયે તો ગુજરાતન 7 જિલ્લામાં 1 ઇંચા કરતા વરસાદ પડ્યો છે. જેમા આણંદમાં 1.65 ઇંચ, વલસાડમાં 1.54 ઇંચ, છોટા ઉદેપુરમાં 1.34 ઇંચ, મોરબીમાં 1.30 ઇંચ, પંચમહાલમાં 1.26 ઇંચ, સુરત અને નવસારીમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
આગામી બે દિવસ ક્યાં વરસાદ પડશે?
શક્તિ વાવાઝાડોની અસરથી ગુજરાતમાં આસો મહિનામાં અષાઢી વરસાદનો માહોલ સજાય્યો છે. છેલ્લા 3 થી 4 દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય થી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન હજી વરસાદ પડવાની આગાહી કરી છે.
જો 7 ઓક્ટોબર થી 8 ઓક્ટોબરની વાત કરીયે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્ચ અને દીવમાં વરસાદ સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.