દાહોદઃ પ્રેમીને મળવા જવું પરિણીતાને ભારે પડ્યું, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢી વીડિયો વાયરલ કર્યો, 15ની ધરપકડ

Dahod women video viral : દાહોદમાં પરીણિતાને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. પ્રેમીને મળવા જવા પરીણિતાને સજા ભોગવી પડી હતી. આ ઘટના અંગે વધુ વિગતો અહીં વાંચો.

Written by Ankit Patel
January 31, 2025 10:42 IST
દાહોદઃ પ્રેમીને મળવા જવું પરિણીતાને ભારે પડ્યું, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢી વીડિયો વાયરલ કર્યો, 15ની ધરપકડ
મહિલાની પ્રતિકાત્મક તસવીર - photo - freepik

Dahod women video viral : ગુજરાતમાં છાસવારે તાલિબાની સજા આપવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે દાહોદ જિલ્લામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક પરિણીતાને પ્રેમીને મળવા જવું ભારે પડ્યું હતું. પકડાઈ જતાં લોકોએ અર્ધલગ્ન કરીને બાઈક સાથે આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યો હતો. જોકે, વાયરલ વીડિયોની જાણ થતાં જ પોલીસ કાર્યવાહી કરીને 15 લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણએ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષીય પરિણીતાને ગામમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. ગત 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમીના ઘરે હાજર હતી ત્યારે આજુ બાજુના ગામના લોકો ઘરમાં ઘૂસી ગયા હતા.

પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢીને તેને ઢોર માર માર્યો હતો. બાદમાં પરિણીતાને અર્ધ નગ્ન કરીને બાઈકના પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ગામમાં જાહેર રોડ પર ઘસડીને ઘરે લઈ ગયા હતા.

આ ઘટનામાં હાજર બે લોકોએ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વીડિયો ધ્યાનમાં આવતા દાહોદ પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

વીડિયોના આધારે પોલીસ ભોગ બનનાર પરીણિતા પાસે પહોંચી હતી અને સમગ્ર ઘટના જાણીને 15 લોકો સામે ગુનો નોંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આ કેસમાં 15 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ