Dahod Suicide Case : દાહોદના ઉમરિયા ડેમમાં 18 માર્ચે તેની પાંચ અને બે વર્ષની બે પુત્રીઓ સાથે ઝંપલાવનાર 24 વર્ષીય મહિલાના કથિત આત્મહત્યાની પોલીસે તપાસ શરૂ કરી છે.
સોમવારે સાંજે દેવગઢ બૈરિયા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જેની લાશ મળી આવી હતી, તેના પરિવારે તેના પતિ અને સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.
લીમખેડા પોલીસે જણાવ્યું હતું કે, દાહોદના લીમખેડાના ટીંબા ગામમાં રહેતી જયા બારીયાએ અગાઉ તેના પતિ કલ્પેશ, તેના માતા-પિતા તેમજ તેના ભાઈ અને ભાભી સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવતી અરજી આપી હતી અને માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી.
જયાના પરિવારે દાવો કર્યો હતો કે, તેના સાસરિયાઓ સામે અગાઉની ફરિયાદને પગલે, ટિમ્બા અને કુંડલી ગામની પંચાયતોએ દરમિયાનગીરી કરી અને “વિવાદ ઉકેલ્યો” હતો, જે પછી જયા તેના પતિ સાથે રહેવા પાછી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, 17 માર્ચે, તેની પુત્રીઓ સાથે આત્યંતિક પગલું ભરવાના એક દિવસ પહેલા, જયાએ તેના પિતાને ફોન કર્યો અને ઘરે “વારંવાર ઝઘડાને કારણે માનસિક ત્રાસ”ની ફરિયાદ કરી.
આ પણ વાંચો – અમદાવાદમાં 2022-23 દરમિયાન PMAY-G હેઠળ કોઈ ઘર બાંધવામાં આવ્યું નથી
પોલીસે જણાવ્યું હતું કે, જયાના પિતા શના પાંડોરે તેમની પુત્રીના મૃત્યુની તપાસની માંગ કરી છે. જ્યારે જયાની બે વર્ષની પુત્રી મેઘાનો મૃતદેહ ડેમમાં કૂદી પડ્યાના કલાકો બાદ મળી આવ્યો હતો, ત્યારે જયા અને તેની પાંચ વર્ષની પુત્રી પ્રજ્ઞાના મૃતદેહ સોમવારે સાંજે મળી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.