scorecardresearch

પ્રાથમિક શાળાઓ, ટેકનિકલ સંસ્થાઓના પ્રવેશમાં મહિલા વિદ્યાર્થીઓનો ઘટાડો

Gujarat Female Students : ગુજરાતમાં મહિલા વિદ્યાર્થીઓનો પ્રાથમિક શાળાઓ અને ડીગ્રી, ડિપ્લોમા, જેવી ટેક્નિકલ કોલેજમાં પ્રવેશ સંખ્યામાં ઘટાડો થયો છે. જેને પગલે સંસ્થા અને સ્કૂલોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

પ્રાથમિક શાળાઓ, ટેકનિકલ સંસ્થાઓના પ્રવેશમાં મહિલા વિદ્યાર્થીઓનો ઘટાડો
પ્રાથમિક શાળા અને ટેક્નિકલ સંસ્થાઓના કોર્સમાં પ્રવેશમાં મહિલા વિદ્યાર્થીઓનો ઘટાડો (ફોટો – એક્સપ્રેસ)

ગુજરાતમાં ડિગ્રી અને ડિપ્લોમા ટેકનિકલ પ્રોગ્રામમાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં અડધી થઈ ગઈ છે, શુક્રવારે રાજ્યની વિધાનસભામાં રજૂ કરાયેલ વર્ષ 2022-2023 માટે સામાજિક-આર્થિક સમીક્ષા જાહેર કરવામાં આવી હતી.

ડિગ્રી સંસ્થાઓમાં મહિલાઓની નોંધણી 2018-19માં 3.79 લાખથી ઘટીને 2022-23માં 1.85 લાખ થઈ ગઈ છે. સંસ્થાઓની સંખ્યા પણ 241 થી ઘટીને 230 થઈ ગઈ હતી કારણ કે આ વર્ષોમાં આ બેઠકો પર વિદ્યાર્થીઓની સંખ્યા ન થતા 9 બંધ થઈ, મોટાભાગની ખાનગી ઈજનેરી કોલેજો બંધ થઈ હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે, એક વર્ષની અંદર, 2021-22માં એન્જિનિયરિંગ, ફાર્મસી, હોટેલ મેનેજમેન્ટ, આર્કિટેક્ચર જેવા ડિગ્રી પ્રોગ્રામ્સમાં કુલ 24,543 મહિલા વિદ્યાર્થીઓ હતી, જે 2022-23માં ઘટીને માત્ર 18,473 થઈ ગઈ છે.

જો કે, છેલ્લા પાંચ વર્ષમાં ટેક્નિકલ પ્રોગ્રામ માટે કુલ વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો થયો છે. પ્રોવિઝનલ એડમિશન ડેટા મુજબ, 2018-19માં 241 સંસ્થાઓમાં 2.06 લાખની સામે લગભગ 98,000 વિદ્યાર્થીઓએ 230 સંસ્થાઓમાં પ્રવેશ લીધો હતો.

ડિપ્લોમા પ્રોગ્રામ્સમાં પણ, 2018-19 થી 2022-23 ની વચ્ચે સંસ્થાઓ 155 થી વધીને 165 થઈ હોવા છતાં, કુલ નોંધણીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 26,026 થી ઘટીને 13,847 થઈ ગયું છે.

તેવી જ રીતે, એક વર્ષમાં 165 ડિપ્લોમા સંસ્થાઓમાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 2021-22માં 20,336 થી ઘટીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં 13,847 થઈ ગઈ છે. આમ, કુલ 94,792 વિદ્યાર્થીઓમાં માત્ર 14 ટકા મહિલાઓ છે.

નોંધણીની વિગતો મુજબ, 230 પ્રોફેશનલ ડિગ્રી સંસ્થાઓમાં જ્યાં 76,688 બેઠકો માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં 32,293 લેવામાં આવી હતી, આમ 58 ટકા બેઠકો ખાલી રહી હતી. સામાજિક-આર્થિક સમીક્ષા પ્રાથમિક શિક્ષણમાં પણ ઘટતી જતી મહિલા પ્રતિનિધિત્વ દર્શાવે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં, ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની કુલ સંખ્યા 45,055 થી ઘટીને 44,492 થઈ છે, જે સમાન સમયગાળામાં કન્યા શાળાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 2017-18 થી 2021-22 સુધીમાં કન્યા શાળાઓની સંખ્યા અનુક્રમે 1,403 થી ઘટીને 1,290 થઈ ગઈ છે. અહેવાલ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 560 થી વધુ પ્રાથમિક શાળાઓ અને 113 કન્યા શાળાઓ બંધ કરવામાં આવી છે.

સૌથી વધુ કન્યાઓ માટેની પ્રાથમિક શાળાઓ અમદાવાદમાં બંધ થઈ હોવાનું નોંધાયું હતું. કારણ કે, આ સંખ્યા 59 થી ઘટીને 51 થઈ હતી, ત્યારબાદ જામનગરમાં 2021-22માં 86 કન્યા શાળાઓ હતી જે ઘટીને 72 થઈ હતી. સુરતમાં 115 થી ઘટીને 113 અને વડોદરામાં કન્યા શાળાઓની સંખ્યામાં 59 થી 57 શાળાઓ થઈ ગઈ છે. 33 જિલ્લાઓમાં, કચ્છમાં માત્ર કન્યાઓ માટેની પ્રાથમિક શાળાઓની સંખ્યા સૌથી વધુ છે. 2021-22માં કચ્છમાં 132 કન્યા પ્રાથમિક શાળાઓ છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછી 1 કન્યા શાળા છે.

છેલ્લા પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં કન્યાઓની નોંધણીમાં સમાન ઘટાડો નોંધાયો હતો – 41.21 લાખથી 39.91.

જો કે, છેલ્લા એક વર્ષમાં મહિલાઓની નોંધણી 39.80 લાખથી વધીને 39.91 લાખ થઈ છે. વધુમાં, આ કુલ પ્રાથમિક શાળાઓમાં એકંદર નોંધણીમાં પણ શાળાઓની સંખ્યામાં વધારો થવા છતાં સતત ઘટાડો નોંધાયો છે.

2017-18માં, ગુજરાતની 45,055 પ્રાથમિક શાળાઓમાં કુલ 88.57 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ, છેલ્લા પાંચ વર્ષમાં, વર્ષ 2021-22માં 44,492 શાળાઓમાં નોંધાયેલા 84.78 લાખ નોંધાયા છે. જો કે, છેલ્લા એક વર્ષમાં લગભગ 0.13 લાખનો નજીવો વધારો થયો છે – જે 84.65 લાખ નોંધણીથી વધીને 84.78 લાખ થયો છે.

Web Title: Decline in enrollment of female students primary schools technical institutions

Best of Express