Ahmedabad News: ‘પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’ આ સૂત્રો છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ચાલી રહ્યું છે પરંતુ છેલ્લી એક સદીમાં કોરોના મહામારી અને મોંઘવારીનો માર સહન કરતી પ્રજા માટે આ સૂત્ર માત્ર એક મૃગજળ સમાન બની ગયુ હતું. દેશમાં વધતી જતી મોંઘવારી એ ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાંખી છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ પર પડી રહી છે. મોંઘવારી વધવાના કારણે મધ્યમ પરિવાર અને ગરીબ પરિવારે ઘરનું ગુજરાન ચલાવવું એક મોટો પડકાર બની ગયો છે.
આ દરમિયાન ગરીબ અને મધ્યમ પરિવારના લોકો માટે બાળકોનો શિક્ષણ ખર્ચ અને સ્વાસ્થ્ય સેવાઓ મેળવવા માટે ઝઝુમી રહ્યા છે. ત્યારે કોરોનાકાળ અને તે બાદ વાલીઓ પણ ખાનગી શાળામાંથી પોતાના બાળકોને નીકાળીને સરકારી શાળાઓમાં તેમને અભ્યાસ કરાવી રહ્યા હતા. છેલ્લા 10 વર્ષના આંકડાની વાત કરીએ તો વર્ષ 2015 થી લઈને 2022 સુધીમાં લગભગ 51,000 બાળકો ખાનગી શાળા છોડીને કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરવા પ્રવેશ લીધો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો આંકડો કંઈક અલગ જ કહાની જણાવી રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં કોર્પોરેશનની શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ઘટયા
કોરોનાકાળ બાદ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ લઈ રહ્યા હતા. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો વર્ષ 2015થી સતત 5000 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળામાં પ્રવેશ મેળવી રહ્યા હતા. પરતુ છેલ્લા ત્રણ વર્ષમાં આ આંકડો ઘટી રહ્યો છે.
આ પણ વાંચો: મહાકુંભ જતા ગુજરાતી શ્રદ્ધાળુંઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે ખાસ સુવિધાઓ
વર્ષ 2022મા જ્યાં 9500 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવ્યો હતો ત્યાં જ વર્ષ 2023માં તેનાથી પણ અડધા 4399 જેટલા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવ્યો છે. એટલે કે આંકડો ચોંકાવનારો છે. ત્યાં જ અહીં એક એવો સવાલ પણ ઉદ્ભવે છે કે શું હવે મધ્યમ વર્ગના લોકો એટલા સદ્ધર બની રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં જ અભ્યાસ કરાવવા માંગે છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા 10 વર્ષમાં સતત વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ખસેડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા હતા. ત્યાં જ કોરોના મહામારી બાદ આ આંકડો વધુ ઉંચકાયો હતો. આ ઉપરાંત વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં 9500 બાળકોએ ખાનગી શાળા છોડીને અમદાવાદ નગર પ્રાથમિક શાળામાં પ્રેવશ લીધો હતો પરંતુ વર્ષ 2023માં આ આંકડો સીધો અડધાથી ઓછો થઈ ગયો છે. એટલે એવું કહી શકાય કે શહેરીજનો ફરીથી ખાનગી શાળા સામે વળ્યા છે.
શહેરના વિવિધ વોર્ડમાં 129 જેટલી સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે
જો કે રૂપિયા 1042.5 કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચૂકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રૂપિયા 77.50 કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૂપિયા 808 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 131 કરોડ આપશે. વર્ષ 2025 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.
વર્ષ | વિદ્યાર્થીની સંખ્યા |
2015 | 5481 |
2016 | 5005 |
2017 | 5219 |
2018 | 5791 |
2019 | 5272 |
2020 | 3334 |
2021 | 6289 |
2022 | 9500 |
2023 | 4399 |