DPEOની ઓચિંતી મુલાકાત, મહિસાગરની એક શાળામાં શિક્ષક દારૂના નાશામાં રંગેહાથ ઝડપાયો

teacher caught drunk mahisagar : મહિસાગરની કડાણા (kadana) તાલુકાની વચલવાડા પ્રાથમિક શાળા (Vachalvada) માં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા પ્રેહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

teacher caught drunk mahisagar : મહિસાગરની કડાણા (kadana) તાલુકાની વચલવાડા પ્રાથમિક શાળા (Vachalvada) માં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા પ્રેહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
school teacher was caught drunk

મહિસાગર જિલ્લાની પ્રાથમિક શાળામા શિક્ષક દારૂના નશામાં ઝડપાયો

મહિસાગર જિલ્લાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂના નશાની હાલતમાં ઝડપાતા જિલ્લા શિક્ષણ તંત્રમાં ગરમાવો આવી ગયો હતો. શાળામાં પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી દ્વારા ઓચિંતી તપાસ દરમિયાન મહીસાગરની એક પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શનિવારે ફરજ પર હતા ત્યારે કથિત રીતે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

શનિવારે સવારે જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની ઓચિંતી મુલાકાતે ગયેલા મોરી કડાણા તાલુકાની વચલવાડા પ્રાથમિક શાળામાં પહોંચ્યા ત્યારે આ ઘટના સામે આવી હતી.

જ્યારે ડીપીઇઓ મુખ્ય શિક્ષક સરદાર કુલા માલીવાડને મળ્યા અને તેમને શાળા વિશે પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેઓ "અસ્થિર" અને "સંગઠિત રીતે બોલવામાં પણ અસમર્થ" હતા.

માલીવાડ નાશામાં હોવાની શંકા થતા, મોરીએ તરત જ સ્થાનિક પોલીસને બોલાવી અને તેમની સામે ઔપચારિક કાર્યવાહી શરૂ કરી.

Advertisment

આ પણ વાંચો - સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ, બપોર સુધી ધરમપુર અને ભેંસાણમાં છ ઇંચ કરતા વધુ ખાબક્યો

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, મુખ્ય શિક્ષકને દિતવાસ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ઔપચારિક રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરજિયાત તબીબી તપાસ કરાવ્યા બાદ માલીવાડની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મુન્દ્રાના માંગરા ગામની એક શાળામાં હમણાં જ વિદ્યાર્થીઓને નમાજ પઢાવવાની ઘટના સામે આવી હતી. પબ્લિક સ્કૂલ ઑફ એક્સેલન્સ એન્ડ વેલ્યુ એજ્યુકેશનના પ્રિન્સિપાલ પ્રીતિ વાસવાણીને આ ઘટના બદલ સ્કૂલ પ્રશાસને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના બકરી ઈદના દિવસે બની હતી, જ્યાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓએ કેપ પહેરેલી હતી, તો કેટલાકના માથા પર રૂમાલ છે. વીડિયોમાં તમામ વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત