scorecardresearch

દ્વારકા ભાજપ ઉમેદવાર પબુભા માણેક: ‘મત ગુમાવવાના જોખમે પણ બેટ દ્વારકા ડિમોલેશનને લીલી ઝંડી આપી’

Dwarka BJP Pabubha Manek : પબુભા માણેકે જણાવ્યું હતું કે, તેમણે બેટ દ્વારકા (Bet Dwarka demolitions) ટાપુ પરના બિનઅધિકૃત બાંધકામોને મત ગુમાવવાના જોખમે પણ તોડી પાડવાની મંજૂરી આપી હતી.

દ્વારકા ભાજપ ઉમેદવાર પબુભા માણેક: ‘મત ગુમાવવાના જોખમે પણ બેટ દ્વારકા ડિમોલેશનને લીલી ઝંડી આપી’
દ્વારકા બીજેપી ઉમેદવાર પબુભા માણેક (ફેસબુક/પબુભા માણેક)

ગોપાલ બી કટેસિયા : ભાજપના ધારાસભ્ય અને દ્વારકાના ઉમેદવાર પબુભા માણેકે રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા જણાવ્યું કે, તેમણે મત ગુમાવવાના જોખમે પણ બેટ દ્વારકા ટાપુ પર ગેરકાયદેસરના બાંધકામોને તોડી પાડવાની મંજૂરી આપી હતી.

દેવભૂમિ દ્વારકાના જિલ્લા વહીવટીતંત્ર, ઓખા નગરપાલિકા અને રાજ્ય સરકારના અન્ય વિભાગોએ ઓખા નજીકના ટાપુ પર ગેરકાયદે દબાણ સામે 1 ઓક્ટોબરના રોજ બેટ દ્વારકા પર સંયુક્ત ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી હતી અને જેને ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન માનવામાં આવે છે. લગભગ 100 બાંધકામો, મુખ્યત્વે લઘુમતી સમુદાય દ્વારા બાંધવામાં આવ્યા હતા, જેમાં લગભગ 30 ધાર્મિક સંરચનાઓનો પણ સમાવેશ થાય છે, જે અઠવાડિયા સુધી ચાલેલા અભિયાન દરમિયાન તોડી પાડવામાં આવ્યા હતા.

કલ્યાણપુર તાલુકા હેઠળના ભાટિયા ગામમાં એક સભાને સંબોધતા માણેકે કહ્યું કે, તેમને પૂછવામાં આવ્યું કે શું ડિમોલિશન ઝુંબેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમની સંભાવનાઓને અસર કરશે. “જ્યારે ટાપુ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હતો, ત્યારે અધિકારીઓએ જવાબદારી લીધી. મને ખબર નહોતી કે અહીં (દબાણ) આટલું વધી ગયું છે. તેઓએ (અધિકારીઓએ) તે જોયું. ભાજપે મને કહ્યું કે, તેઓ મને જ ચૂંટણીની ટિકિટ આપશે અને પછી મને પૂછ્યું કે આ (દબાણ દુર કરવાનું) મને કેટલું અસર કરશે. મેં કહ્યું કે આનાથી મને ઘણી અસર થશે પણ માત્ર એ અસરથી એ કામ બંધ કરવું યોગ્ય નથી. તેથી, મેં કહ્યું ‘એનુ શિવ શિવ કરી નાખો’ (તેને તોડી નાખો), “આ માણેકે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું.

ગુજરાત વિધાનસભામાં દ્વારકા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માણેકે કહ્યું કે, તેમણે પાર્ટીના નેતાઓને કહ્યું કે તેઓ જે પ્રભાવ હશે તેનુ સંચાલન કરશે. સતત આઠમી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા બીજેપી નેતાએ ગુજરાતની ચૂંટણી પહેલા 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ સભાઓમાં કહ્યું, “મેં કહ્યું હતું કે અમે લોકોને થોડી વધુ મહેનત કરવા કહીશું… તમારે તે નુકશાનની ભરપાઈ કરવી પડશે.”

માણેક 1990 અને 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 1998ની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. બાદમાં, તેમણે ભાજપમાં સ્વિચ કર્યું અને 2007, 2012 અને 2017 માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ડિમોલિશનની ઝુંબેશની વિધાનસભા ચૂંટણી પર અસર પડશે, તો માણેકે કહ્યું કે તેવું નહીં થાય. “ચૂંટણીઓ આખું વર્ષ ચાલે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, સંસદ, વગેરે. દેશની સુરક્ષા અને વિકાસના કામો કરતા રહેવા જોઈએ. જો કોઈ માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખે તો ક્યારેય કોઈ કામ થઈ શકતું નથી.

જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમના ચૂંટણી ભાષણોમાં બેટ દ્વારકા ડિમોલિશનનો ઉલ્લેખ કરી રહ્યા છે, માણેકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડિમોલિશન ડ્રાઇવ એ ચૂંટણીનો મુદ્દો પણ નથી. “આ એક મુદ્દો કેવી રીતે હોઈ શકે? ત્યાં રહેતા લોકો કહે છે કે, આ સારો ઘટનાક્રમ છે કારણ કે તેમને એ પણ ખબર ન હતી કે આતંકવાદીઓ બહારથી આવી રહ્યા છે અને તેમનો ઉપયોગ કરી રહ્યા છે, સારા મુસ્લિમો કહે છે કે આ (ગતિવિધી) સૌથી ખરાબ બાબત હતી.

મુસ્લિમો, જેઓ મુખ્યત્વે બેટ દ્વારકા, રૂપેન હાર્બર અને ઓખા શહેર પર કેન્દ્રિત છે અને દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં આશરે 25,000 મત ધરાવે છે, પરંપરાગત રીતે તેઓ માણેકને મત આપે છે અને ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે, તેઓ આ ચૂંટણીમાં પણ આવું કરશે. “મુસ્લિમો દેશના સમર્થકો છે, પરંતુ તેમાંથી કેટલાક કોંગ્રેસ દ્વારા પ્રચારિત વિવાદો, અશાંતિ અને સાંપ્રદાયિકતાથી પ્રભાવિત થયા હતા. પરંતુ પછી આપણા વડાપ્રધાન આવ્યા (અને સૌનો સાથ, સૌનો વિકાસનો નારો આપ્યો). તેમને લાગ્યું કે કંઈક સારું થઈ રહ્યું છે. તેથી, ધીમે ધીમે, તેઓ પાછા આવવા લાગ્યા…” માણેકે કહ્યું, તેમણે ઉમેર્યું કે તે અઠવાડિયા સુધી ચાલેલી ડિમોલિશનની ઝુંબેશ પછી ત્રણથી ચાર વખત ટાપુની મુલાકાતે ગયા હતા.

ભાજપના નેતાએ તેમને બુધવારે તેમના દ્વારા આયોજિત ચૂંટણી સભામાં હાજરી આપવા પણ વિનંતી કરી હતી, જેને બુધવારે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સંબોધિત કરી. યોગીને મુખ્ય પ્રધાન તરીકે ન જુઓ. યોગી પ્રતિબદ્ધ તપસ્વી અને સંત છે. તેમના દર્શન કરવા મુશ્કેલ છે. તે આવતીકાલે સવારે 10 વાગ્યે દ્વારકા આવશે. જો તમારામાંથી કેટલાક અને તમારા સંપર્કોમાંથી આવવા માંગતા હોય, તો તમે વાહન ભાડે લેવા માટે સ્વતંત્ર છો. અમે ભાડું ચૂકવી દઈશું…પણ તમારે આવવું જ જોઈએ…આવા લોકોને મળવું સદ્ગુણ છે”.

આ પણ વાંચોપીએમ નરેન્દ્ર મોદી મહેસાણામાં : ‘આ માટીએ મને મોટો કર્યો, અહીંના પાણીએ મને ઘડ્યો છે’, આજનો કાર્યક્રમ

માણેકે કહ્યું કે, “તે કોઈનાથી ડરતા નથી. તમે ટીવી પર સાંભળ્યું હશે કે પાકિસ્તાન કહે છે કે નરેન્દ્રભાઈ (મોદી) ઠીક છે, પરંતુ યુપીના મુખ્યમંત્રી ખૂબ જ ખતરનાક છે. પાકિસ્તાન તેમનાથી ડરે છે અને જો તેઓ જીતશે તો તેમનું શું થશે તે વિચારીને ધ્રૂજી જાય છે.” તો તમે આવો, દ્વારકાધીશ (ભગવાન કૃષ્ણ)ના દર્શન કરો, ગોમતીમાં તરશો નહીં, પરંતુ માત્ર સૂર્યસ્નાન કરો અને પછી સભામાં આવો.

(સ્ટોરી – ગોપાલ બી કટેસિયા, અનુવાદ – કિરણ મહેતા)

Web Title: Dwarka bjp pabubha manek said green signal bet dwarka demolitions losing votes

Best of Express