દ્વારકાના દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતનું અફઘાન હશીશ ઝડપાયું

Dwarka Afghanistan Charas Seized : દ્વારકા પોલીસે અફઘાન ચરસ જપ્ત કર્યું, સાગર સુરક્ષા દળની ટીમે, વરલા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે, ત્રણ પ્લાસ્ટિકની થેલીઓ મળી.

Written by Kiran Mehta
Updated : June 11, 2024 19:36 IST
દ્વારકાના દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતનું અફઘાન હશીશ ઝડપાયું
દ્વારકા ચરસ જપ્ત

Dwarka Afghan Charas Seized : ગુજરાત પોલીસે શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 16 કરોડ રૂપિયાની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા અફઘાની ચરસ (હશીશ) (અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી જીવંત ભાંગથી બનાવેલ) જપ્ત કર્યા છે.

પોલીસે વધુ પેકેટ શોધવા માટે 50 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે, જેમાં 10 થી 12 ગામોનો સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાગર સુરક્ષા દળની ટીમે, વરલા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે, ત્રણ પ્લાસ્ટિકની થેલીઓ મળી, જેમાં કેટલાક નશીલા પદાર્થના 30 પેકેટ હતા, દરેકનું વજન લગભગ 1 કિલો હતું.

ફોરેન્સિક અધિકારીઓએ પેકેટની તપાસ કરી અને જાણવા મળ્યું કે, તે 32.05 કિલો વજનનું ઉચ્ચ ગુણવત્તાનું પ્રતિબંધિત ચરસ છે.

એપ્રિલમાં દ્વારકા પોલીસે વરવાળા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાંથી રૂ. 52 લાખની કિંમતનો એક કિલોગ્રામ હશીશ ઝડપ્યો હતો.

નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.” પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પ્રથમ પેકેટ મળી આવ્યા બાદ પોલીસ સક્રિય બની છે અને સાગર સુરક્ષા દળની ટીમો સાથે મળીને દરિયાકાંઠાના ગામડાઓમાં 50 કિલોમીટરના વિસ્તારમાં 10 થી 12 ગામોમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો – અમદાવાદમાં પત્રકારની કેમ થઈ હત્યા? થયા મોટા ખૂલાસા, 4 ની ધરપકડ – 1 ની અટકાયત

તેમણે કહ્યું કે, “અમારી ટીમો દાણચોરીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તપાસ કરશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શંકાસ્પદો વિશે માહિતી એકઠી કરશે. અમે સર્વેલન્સ દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ”.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ