કચ્છમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે અથડાતા બસનો ભુક્કો બોલાયો, પાંચથી વધુના મોત, 38 ઘાયલ

Gujarat Kutch Accident News: ભુજ પાસે આવેલા માનકુવાના મુન્દ્રા - કેરા રોડ ઉપર બાબીયા ગામ પાસે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થવાને લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Written by Rakesh Parmar
February 21, 2025 15:13 IST
કચ્છમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે અથડાતા બસનો ભુક્કો બોલાયો, પાંચથી વધુના મોત, 38 ઘાયલ
આ અકસ્માત એટલો ભયાનક છે કે તેની તસવીરો વિચલિત કરી શકે છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Kutch Road Accident: શુક્રવારે સવારે કચ્છમાં એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસના ભુક્કા બોલાઈ ગયા હતા. આ ગંભીર માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચથી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યાં આ અકસ્માતમાં મૃતકોના શરીરના કેટલાક ભાગ રસ્તા પર જ વિખેરાય ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ પાસે આવેલા માનકુવાના મુન્દ્રા – કેરા રોડ ઉપર બાબીયા ગામ પાસે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થવાને લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ખાનગી બસનો કુચ્ચો વળી ગયો હતો ત્યાં જ બસમાં સવાર લોકોના શરીરના અંગો રસ્તા પર વેરાયેલા જોવા મળ્યા હતા. હાલમાં પાંચથી વધુ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા તો આ મૃત્યુઆંકની સંખ્યા વધી પણ શકે છે. હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અકસ્માતમાં ઘાયલો થયેલા લોકરોને હાલમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જો કે મૃત્યુ આંક વિષે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા 38 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ અને 108 ટીમને કરવામાં આવી હતી. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ આદરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ