ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 16માં વિકાસ કમિશ્નરની કચેરી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16 બિલ્ડીંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે, બ્લોક નંબર 16માં વિકાસ કમિશ્નરની કચેરી આવેલી છે, આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કચેરીઓ શરૂ થઈ ન હતી, અને વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.