ગાંધીનગર: જૂના સચિવાલય બ્લોક નંબર-16માં આગ, જાનહાની ટળી

fire broke juna sachivalay : ગાંધીનગર (Gandhinagar) જુના સચિવાયના બ્લોક નંબર 16 (block number 16) માં વિકાસ કમિશ્નરની કચેરીમાં વહેલી સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી. ફાયરની વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનું શરૂ કરવામાં આવ્યું.

Written by Kiran Mehta
Updated : October 14, 2022 10:47 IST
ગાંધીનગર: જૂના સચિવાલય બ્લોક નંબર-16માં આગ, જાનહાની ટળી
ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ

ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 16માં વિકાસ કમિશ્નરની કચેરી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16 બિલ્ડીંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે, બ્લોક નંબર 16માં વિકાસ કમિશ્નરની કચેરી આવેલી છે, આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કચેરીઓ શરૂ થઈ ન હતી, અને વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ