ગુજરાતના ખેડૂતો માટે ખાસ ખબર, તકનીકી ખામી સર્જાતા Farmer Registry Portal પર નોંધણી બંધ

Farmer registration: ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.

Written by Rakesh Parmar
November 22, 2024 17:17 IST
ગુજરાતના ખેડૂતો માટે ખાસ ખબર, તકનીકી ખામી સર્જાતા Farmer Registry Portal પર નોંધણી બંધ
પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત (File Photo)

Farmer registration: ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂટોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે.

ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. 25-03-2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. 25-11-2024 પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે.

આ પણ વાંચો: સુકમામાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણ, 10 નક્સલી ઠાર

ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરાશે

  • પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત છે.
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.
  • ગુજરાતના તમામ ખેડૂતોની તા. 25-03-2025 સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ