Gambhira Bridge Collapse latest updates : બુધવારે સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય એવા ગંભીરા પુલના બે ટૂકડા થયા હતા. અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાના મોટા સાત વાહનો પુલ પરથી મહી નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દુર્ઘટનાના આશરે 10 દિવસ પહેલા જ એક હકની વાત યુટ્યુબ ચેનલ ઉપર મેકર્સે પુલ પરના પડેના મસમોટા ખાડા અંગે નગરોર તંત્રને ચેતવ્યું હતું. તંત્રએ આ વાત સાંભળી હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટના ન થઈ હોત. તો ચાલો જાણીએ હકની વાત યુટ્યુબ ચેનલ પર મેકર્સ વીકી શ્રીમાળીએ શું કહ્યું હતું?
હકની વાત યુટ્યુબ ચેનલ પર 10 દિવસ પહેલા સરકારને ચેતવી
હકની વાત યુટ્યુબ ચેનલ ઉપર મેકર્સ વીકી શ્રીમાળીએ આશરે 10 દિવસ પહેલા ગંભીરા બ્રીજ ઉપર જઈને પુલ પરના ખાડા અને વરસાદની મોસમમાં પુલની સ્થિતિ અંગે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં વીકી શ્રીમાળીએ જણાવ્યું હતું કે ચોમાસું શરુ થતાં જ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા ગંભીરા પુલની હાલત ગંભીર બની જાય છે. વરસાદ પડવાની સાથે જ પુલમાં મોટા મોટા ખાડા પડી જાય છે. જેના કારણે દરરોજ પસાર થતાં હજારો નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વીકી શ્રીમાળીએ આ પુલની ગંભીર સ્થિતિ અંગે સરકાર અને નેતાઓને ચેતવ્યા હતા. તંત્રને પણ જાગવા માટે અપીલ કરી હતી. પુલના નવિનીકરણ થાય એ પહેલા સારી રીતે ખાડા પુરવા અંગે પણ ધ્યાન દોર્યું હતું. દર ચોમાસે ગંભીરા પુલની સ્થિતિ એટલી ગંભીર બની જાય છે જેના કારણે મોટી દુર્ઘટના ઘટનાની શક્યતાઓ પણ વધી જાય છે.
જનતા માટે હું કામ કરું છું : વીકી શ્રીમાળી
વીકી શ્રીમાળીએ ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું જનતા માટે હું કામ કરું છું. એવા અધિકારીઓ અને તંત્ર જેઓ જનતાને સાંભળા નથી. એમની સામે લડવાનું હું કામ કરી રહ્યો છે. પ્રજાલક્ષી કામ કરવા માટે હું હંમેશા તત્પર રહું છું. આ પુલની સ્થિતિ અંગે વીડિયો બનાવીને સરકાર અને તંત્રની આંખ ખોલી હતી. જોકે, તંત્રના પેટનું પાણી ન હલ્યું અને આ દુર્ઘટના ઘટી.
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15ના મોત
વડોદરાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ આજે ગુરુવારે સવારે મીડિયા સાથે વતા કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. અને આજે સવારે બીજા ત્રણ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. ઘટના સ્થળ ઉપર 10 જેટલી વિવિદ એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં ખડે પગે રહી છે.
આ પણ વાંચોઃ- ‘મને ખબર હતી કે તેઓ મરી ગયા છે…’, ગંભીરા પુલ તૂટી પડ્યાની ઘટનામાં બચી ગયેલા લોકોએ શું કહ્યું?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નદીમાં આશરે ત્રણ મીટર સુધી કાદવનો થર હોવાના કારણે રેસ્ક્યુ કરવાની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. હજી ત્રણ-ચાર લોકો મિસિંગ છે. તેમને શોધવાની કામગારી પુર જોશમાં ચાલી રહી છે.