Google invest at Gift City Gujarat : સર્ચ એન્જિન ગૂગલે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે જંગી મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે, જે દુનિયાભરમાં ગિફ્ટ સિટીની વધી રહેલી લોકપ્રિયતા અને દબદબાના સંકેત આપે છે. ગૂગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિંચાઇએ ઘોષણા કરી કે, તેમની કંપની ગુજરાતની ગિફ્ટ સિટી ખાતે પોતાનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર શરૂ કરશે.
પીએમ મોદી સાથે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇની મુલાકાત
વ્હાઇટ હાઉસની સ્ટેટ વિઝિટ માટે અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતમાં ડિજિટાઇઝેશન માટે નવું મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે.
ગૂગલ 10 અબજ ડોલરનું રોકાણ કરશે
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ગુજરાતના ફિનટેક સેન્ટર ગિફ્ટ સિટી સાથે જંગી મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે. સુંદર પિચાઇએ કહ્યુ કે, કંપની ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે પોતાનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર સ્થાપશે. કંપની તેના 10 અબજ ડોલરના ડિજિટિલાઇઝેશન ફંડ મારફતે ભારતમાં રોકાણ કરશે. ભારતીય ચલણમાં આ રકમ લગભગ 82 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે.
પીએમનું ડિજિટલ વિઝન તેના સમય કરતા આગળ – સુંદર પિચાઇ
સુંદર પિચાઈએ કહ્યું કે વડાપ્રધાન મોદીને મળવું તેમના માટે સન્માનની વાત છે. પિચાઈએ ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરી હતી. પિચાઈએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું. હું હવે તેને એક બ્લુ પ્રિન્ટના રૂપમાં જોઉ છુ,જે અન્ય દેશો કરવા માંગે છે.
તો તે દરમિયાન PMOએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાન મોદી અને સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફિનટેક અને સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાના પગલાં પર ચર્ચા કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સુંદર પિચાઇએ જણાવ્યુ હતુ કે, ગૂગલ પર GPay અને અન્ય પ્રોડક્ટ ઓપરેશન્સને સપોર્ટ કરતા વિશિષ્ટ ફિનટેક ઓપરેશન્સ પર કામગીરી કરતી ટીમો ગિફ્ટ સિટી ખાતેના આગામી સેન્ટરમાંથી ઓપરેટ થશે.
ગિફ્ટ સિટીગ્લોબલ ફિનટેક હબ તરીકે ઉભર્યું
ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલું ગિફ્ટી સિટી ગ્લોબલ ફાઇનાનાન્સિયલ હબ તરીકે ઉભરી રહ્યુ છે. હાલ ત્યાં ઓછામાં ઓછી 35 એન્ટિટીઓ કામગીરી કરી રહીછે, જેમાં બે ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જો પર છે જ્યાં દરરોજ કરોડોનું ટ્રેડિંગ ટર્નઓવર થાય છે. ઉપરાંત દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જમાં 91 લાયકાત ધરાવતા જ્વેલર્સ ઓનબોર્ડ છે.
GIFT સિટીને સાચા અર્થમાં ગ્લોબલ ફિનટેક હબ બનાવશે તેવું જણાવતા GIFT સિટીના MD અને ગ્રુપ CEO તપન રે એ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની સ્થાપના કરવાનો Googleનો નિર્ણય ફિનટેક લેન્ડસ્કેપમાં ભારતની વધતી જતી આગવી ઓળખનો પુરાવો છે. Google CEO સુંદર પિચાઈ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન કરવામાં આવેલી વ્યૂહાત્મક જાહેરાત એક જીતની દરખાસ્ત છે. નોંધનિય છે કે, Google ભારતમાં વર્ષ 2004થી કાર્યરત છે અને બેંગલુરુ, મુંબઈ , હૈદરાબાદ , ગુડગાંવ અને પુણેમાં ઓફિસ ધરાવે છે .





