scorecardresearch

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વીકાર્યું આમંત્રણ, ગુજરાત વિદ્યાપીઠના 12માં ચાન્સેલર બનશે

Gujarat Governor Acharya Devvrat: 63 વ્રષના દેવવ્રત હવે પાંચ વર્ષ માટે યુનિવર્સિટીના ચાન્સેલર રહેશે. વિદ્યાપીઠએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રતને ચાન્સેલરનું પદ શોભાવવાનું આમંત્રણ આપ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વીકાર્યું આમંત્રણ, ગુજરાત વિદ્યાપીઠના 12માં ચાન્સેલર  બનશે
આચાર્ય દેવની ફાઈલ તસવીર

ઋતુ શર્માઃ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતે મંગળવારે અમદાવાદની 102 વર્ષ જૂની ગુજરાત વિદ્યાપીઠના 12માં ચાન્સેલરનો પદભાર સાંભળવનું આમંત્રણ સ્વીકાર્યું હતું. રાજ્યપાલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,”આજે વાઇસ ચાન્સેલર રાજેન્દ્ર ખીમાણી અને રજીસ્ટાર નિખિલ ભટ્ટ સાથે વિદ્યાપીઠના અન્ય પ્રતિનિધિઓ આમંત્રણ સાથે આવ્યા હતા. હું નસિબદાર છું કે હું ગાંધીજી દ્વારા સ્થાપિત વિદ્યાપીઠમાં જોડાયો. હું ગર્વ અનુભવું છું કે મને ગાંધીજીના સિદ્ધાંતો અને વિચારધારોને મજબૂત બનાવની તક મળી.

63 વ્રષના દેવવ્રત હવે પાંચ વર્ષ માટે યુનિવર્સિટીના ચાન્સેલર રહેશે. વિદ્યાપીઠએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રતને ચાન્સેલરનું પદ શોભાવવાનું આમંત્રણ આપ્યું હતું. દેવવ્રત તેમની પ્રાકૃતિક ખેતી, ગાય ઉછેર માટેના જુસ્સા માટે જાણિતા છે. તેમણે ગાંધીવાદી વ્યાખ્યાને વેગ આપ્યો હતો.

4 ઓક્ટોબરે, કાઉન્સિલે ગુજરાત વિદ્યાપીઠના પીઢ ગાંધીયન ઇલાબેનનું રાજીનામું સ્વીકાર્યું અને સર્વસંમતિથી દેવવ્રતના આમંત્રણનો ઠરાવ પસાર કર્યો હતા.. પેહલા પણ ઈલા બેનની તબિયત સારી ન રહેતા તેમને રાજીનામું આપ્યું છે. જોકે તેઓ 2015થી ચાન્સેલરનો પદભાર સંભાળે છે.

આ પ્રસંગે દેવવ્રતે જણવ્યું હતું કે, તેઓ (વિદ્યાપીઠ) મને મહાત્મા ગાંધીના મિશનમાં જોડાવાવા ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 18 ઓક્ટોબરના યોજાઈ રહેલા યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહ પછી જોડાવવાની વિદ્યાપીઠ સત્તાવાર તારીખ જાહેર કરશે. જોકે, રાજ્યપાલ 20 રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર છે. ગુજરાત વિદ્યાપીઠ UGC એક્ટ 1956 હેઠળ ડીમ યુનિવર્સિટી છે.

યુનિવર્સિટીની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા 1920માં કરવામાં આવી હતી. જે હજુ પણ ઘણા વિવાદોનો સામનો કરી રહી છે.તાજેતરમાં ડો. રાજેન્દ્ર ખીમાણીની વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂક પણ એનો ભાગ છે.

2004માં ખિમાણી રજીસ્ટાર તરીકે નિમાયા હતા અને 2019 સુધી તેઓ પોતાની પોસ્ટ ઉપર યથાવત રહ્યા હતા. 2021માં વાઈસ ચાન્સેલર તરીકે તેમની નિમણૂંક થઈ હતી. UGC એ 25 નવેમ્બર, 2021 ના રોજ તત્કાલિન અધ્યક્ષ પ્રોફેસર ધીરેન્દ્ર પાલ સિંહની અધ્યક્ષતામાં મળેલી તેની 554મી બેઠકમાં, “ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ” ઈલા ભટ્ટને તાત્કાલિક અસરથી ખીમાણીને V-C તરીકે દૂર કરવા નિર્દેશ આપવાનો ઠરાવ કર્યો હતો.

ખીમાણી 2004માં રજીસ્ટાર તરીકે નિમાયા હતા અને તેઓએ 2019 સુધી પદભાર સંભાળ્યો. જૂન 2021માં તેમની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક થઈ.
યુજીસીએ તેની 554મી બેઠકમાં તત્કાલિન અધ્યક્ષતા કરી હતી.”ગુજરાત વિદ્યાપીઠના કુલપતિને પ્રત્યક્ષ કરવાનો” ઉકેલ માટે યુજીસીએ 25 નવેમ્બર, 2021ના રોજ તત્કાલિન અધ્યક્ષ પ્રોફેસર ધીરેન્દ્ર પાલ સિંહની અધ્યક્ષતામાં 554મી બેઠક કરી.

UGC એ ખીમાણીની નિમણૂકની તપાસ માટે રચેલી સમિતિના રિપોર્ટ પર વિચાર્યું અને અવલોકન કર્યું કે નિમણૂકમાં “પ્રક્રિયાગત ક્ષતિઓ” હતી. હકીકત શોધ સમિતિએ અલગથી જણવ્યું કે, ” ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હોવાથી ખીમાણી પણ વહીવટી અને નાણાકીય કામગીરીની ચોક્કસ ક્ષતિઓ માટે જવાબદાર છે.

ખીમાનીએ આ વર્ષે માર્ચમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી અને કોર્ટે 22 માર્ચે UGCને “બળજબરીભર્યા પગલાં” ન લેવાનો નિર્દેશ આપ્યો હતો. ખીમાણીએ કોર્ટને 25 નવેમ્બર 2021માં લીધેલ નિર્ણયને રદ કરવાની અપીલ કરી હતી. તેને V-C તરીકે હટાવવાનો નિર્ણય “ગેરકાયદેસર, મનસ્વી અને UGC (યુનિવર્સિટીઓ ગણાતી સંસ્થાઓ) નિયમ 2019” નું ઉલ્લંઘન છે.

ગયા મહિને ખીમાનીની અરજીનો નિકાલ કરતાં ગુજરાત હાઈકોર્ટે યુજીસીના અહેવાલના આધારે યુનિવર્સિટીને 8 અઠવાડિયાની અંદર “યોગ્ય આદેશો પસાર કરવા” સૂચન કર્યું હતું. જેમાં તેમની નિમણૂક નિયમો અનુસાર ન હોવાથી તેમને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી.

Web Title: Governor acharya devvrat gujarat vidyapiths 12th chancellor