GSEB 12th Result | ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 : ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછુ પરિણામ, જુઓ તમામ માહિતી

GSEB 12th Arts, Commerce results 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ (આર્ટ્સ, કોમર્સ પરિણામ) જાહેર થયું છે. કેટલા વિદ્યાર્થી પાસ થયા, કયા જિલ્લાનું, કયા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ? 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કેટલી? જેલના કેદી કેટલા પાસ થયા? જોઈએ તમામ માહિતી

Written by Kiran Mehta
Updated : May 31, 2023 11:09 IST
GSEB 12th Result | ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 : ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછુ પરિણામ, જુઓ તમામ માહિતી
GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023

GSEB Gujarat Board 12th Result 2023 update : 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 (HSC Result 2023) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યું પરિણામ 2023 73.27 નોંધાયું છે. સોથી વધુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાંગધ્રા 95.85 ટકા નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં 86.91 ટકા પરિણામ નોંધાયું હતું, એટલે કે, ગત વર્ષ કરતા આ વર્ષે 13.64 ટકા ઓછુ પરિણામ નોંધાયું છે.

કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કેટલા ઉત્તિર્ણ થયા

ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 442 કેન્દ્રો પર લેવામાં આવી હતી. વર્ષ 2023ની પરીક્ષા માટે 4,79,298 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 4,77,392 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 3,49,792 ઉત્તિર્ણ થયા છે. એટલે કે ગુજરાત રાજ્યમાં 73.27 % પરિણામ નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા નોંધાયું હતું. આ સિવાય 2023માં પુનરાવર્તીત પરીક્ષા આપનારા 29,974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 28,321 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે, પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે.

સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2023ના પરિણામમાં કચ્છ જિલ્લો 84.59 ટકા પરિણામ સાથે સૌથી પરિણામ ધરવતો જિલ્લો નોંધાયો છે, જ્યારે દાહોદ જિલ્લો 54.67 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, 2022ના પરિણાણમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા પરિણામ નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછુ વડોદરા 76.49 ટકા પરિણામ નોંધાયું હતું.

સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો, વાંગધ્રા 95.85 ટકા સાથે સોથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર નોંધાયું છે, જ્યારે દેવગઢબારિયા 36.28 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ નોંધાવતું કેન્દ્ર નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સુબીર, છાપી, અલારસા 100.00 ટકા નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછુ ડભોઈ 56.43 ટકા નોંધાયું હતું.

ગુજરાતના તમામ જિલ્લાઓનું કેટલા ટકા પરિણામ

જિલ્લાનું નામપરિણામ – ટકામાં
અમદાવાદ શહેર66.83
અમદાવાદ ગ્રામ્ય71.15
અમરેલી76.54
કચ્છ-ભૂજ84.59
ખેડા67.75
જામનગર80.28
જૂનાગઢ67.66
ડાંગ82.13
પંચમહાલ64.67
બનાસકાંઠા79.38
ભરૂચ75.50
ભાવનગર81.13
મહેસાણા76.64
રાજકોટ79.94
વડોદરા67.19
વલસાડ63.16
સાબરકાંઠા68.17
સુરત80.78
સુરેન્દ્રનગર81.11
સેન્ટ્રલ એડમિન60.59
આણંદ71.05
પાટણ77.00
નવસારી72.67
દાહોદ54.67
પોરબંદર74.60
તાપી72.30
અરવલ્લી68.34
બોટાદ84.12
છોટા ઉદેપુર69.18
દેવીભૂમિ દ્વારકા80.90
મહિસાગર70.17
મોરબી83.34
સેન્ટ્રલ એડમિન દિવ64.81
નર્મદા58.02
ગાંધીનગર84,60
ગીર સોમનાથ69.84

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે, જો વાત કરીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાની તો 2022ની તુલનામાં 2023માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ઘટી છે. 2022માં 1064 શાળાઓ 100 ટકા પરિણામ ધરાવતી શાળા નોંધાઈ હતી, જ્યારે 2023માં માત્ર 311 શાળાઓ નોંધાઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે, સૌથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 2022માં 1 જ હતી ત્યારે 2023માં 44 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછુ નોંધાયું છે.

ગેરરીતિના કેટલા કેસ નોંધાયા હતા

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા 2023માં રાજ્યમાં 357 ગેરરીતિના કેસ નોંધાયા હતા. તમને એ પણ જણાવી દઈએ કે, 2022માં ગેરરીતિના કેસ 2544 નોંધાયા હતા.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 – તમામ માહિતી

A1 અને A2 ગ્રેડ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4,77, 392 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1895 નોંધાઈ છે, જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 21,038 નોંધાઈ છે. તો B1 – 52,291, B2 – 83,596, C1 – 1,01,797, C2 – 77 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

જેલના કેટલા કેદીએ પરીક્ષા આપી કેટલા પાસ થયા

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. જેલના કેદીઓ માટે જેલની અંદર જ પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2023ના વર્ષમાં કુલ 56 કેદીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 કેદી પરીક્ષામાં પાસ થયા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ