Gujarat Dam Water Storage Data : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક નદી, નાળા, તળાવો અને ડેમો છલકાઈ ગયા છે. રાજ્યના 31 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી ચાલી રહી છે.
નર્મદા સરદાર સરોવર ડેમ 55 ટકા ભરાયો
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,83,724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો.
ગુજરાત – કયા જળાશય કેટલા ભરાયા
આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51,786 ક્યુસેક, ઉકાઈમાં 31,206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23,656 ક્યુસેક, વેણુ-2માં 18,906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18,468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16,024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15,256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
આ પણ વાંચો – Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી, જુઓ ક્યાં કેવો માહોલ?
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 42.55 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.





