ગુજરાતમાં અમેરિકા વિઝા સેન્ટર શરુ કરવા સાંસદ હરિભાઇ પટેલની લોકસભામાં રજૂઆત

અમેરિકા વિઝા પ્રોસેસ માટે ગુજરાતમાં વીએફએસ (VFS) સેન્ટર શરુ કરવા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં રજૂઆત કરી છે. ગુજરાતમાં જો આ સેન્ટર શરુ થાય તો અમેરિકા જવા ઇચ્છુકોને નાણા અને સમયની બચત થઇ શકે એમ છે.

Written by Haresh Suthar
December 03, 2025 15:20 IST
ગુજરાતમાં અમેરિકા વિઝા સેન્ટર શરુ કરવા સાંસદ હરિભાઇ પટેલની લોકસભામાં રજૂઆત
ગુજરાતમાં અમેરિકા વિઝા સેન્ટર શરુ કરવા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં રજૂઆત કરી

US Visa Center Gujarat: મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અમેરિકન વિઝા માટેની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુજરાત રાજ્ય ભારતનું એક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક, વેપાર અને રોકાણનું કેન્દ્ર છે. અહીંથી દર મહિને હજારો લોકો ઉચ્ચ શિક્ષણ, વેપાર કે કાયમી વસવાટ માટે અમેરિકા (USA) જવા માટે વિઝા અરજીઓ કરે છે. જોકે, ગુજરાતમાં અમેરિકા માટે વિઝા અરજી પ્રક્રિયાની સુવિધા (VFS – Visa Application Center) ઉપલબ્ધ નથી, જેના કારણે નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. મહેસાણા સાંસદની આ રજૂઆતથી ગુજરાતના નાગરિકોને મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જવાની મજબૂરીથી મુક્તિ મળી શકે તેમ છે.

આ મુદ્દાને ધ્યાનમાં લઈને મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ ગુજરાતમાં અમેરિકા માટે વી.એફ.એસ. (વિઝા એપ્લિકેશન સેન્ટર) ખોલવાની માંગણી કરી છે .સાંસદ હરિભાઈ પટેલ દ્વારા લોકસભા શૂન્યકાળમાં આ મામલે રજુઆત કરી ગુજરાતને અમેરિકન વિઝા સેન્ટરનો લાભ આપવા માંગ કરી છે.

ગુજરાતમાંથી દર મહિને હજારો લોકો અમેરિકા જવા માટે વિઝા અરજી કરે છે. જોકે, વિઝા પ્રોસેસ માટે ગુજરાતમાં વી.એફ.એસ. (VSF) સેન્ટર ઉપલબ્ધ નથી. જેના કારણે અમેરિકાના વિઝા મેળવવા માંગતા નાગરિકો અને અરજદારોને મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જવું પડે છે, અરજદારો માટે આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને વધુ સમય લેનાર બને છે. વિઝા ઇચ્છુકોની સરળતા માટે સાંસદ હરિભાઈ પટેલે શૂન્યકાળમાં આ મુદ્દે વિદેશ મંત્રાલય સમક્ષ સાંસદમાં રજૂઆત સાથે ગુજરાતના નાગરિકોની આ સમસ્યા પરત્વે ગુજરાતને અમેરિકન વિઝા માટે સેન્ટર આપવા માંગ કરી છે.

આ મુદ્દે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યએ અમેરિકા સાથે વેપાર અને રોકાણનું મહત્વનું કેન્દ્ર છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો લોકો અમેરિકન વિઝા માટે અરજી કરે છે. પરંતુ વિઝા પ્રક્રિયાની અછત અને વી એફ એસ સેન્ટર નહીં હોવાના કારણે નાગરિકો અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરે છે.

વધુમાં તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં કોઇ સ્થળે વી.એફ.એસ. કેન્દ્ર ખોલવાથી ન માત્ર સ્થાનિક અર્થતંત્ર પ્રોત્સાહન મળશે, સાથે સાથે સ્થાનિક લોકોનો સમય અને નાણાં બચશે. સ્થાનિક નાગરિકોને પડતી અગવડ મામલે નાગરિકો રજૂઆત કરી રહ્યા છે જે સંદર્ભે સત્વરે વિઝા સેન્ટર ફાળવાય તો નાગરિકોની સુવિધા મળી શકે એમ છે.

ગુજરાતીઓ માટે લાંબા અંતરની મજબૂરી

હાલમાં, ગુજરાતના વિઝા અરજદારોને અમેરિકન વિઝા સંબંધિત પ્રક્રિયાઓ અને ઇન્ટરવ્યુ માટે મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જેવા દૂરના શહેરોમાં જવું પડે છે. સાંસદ હરિભાઈ પટેલે આ મુશ્કેલી પર ભાર મૂકતા જણાવ્યું કે, આ પ્રક્રિયા અરજદારો માટે માત્ર ખર્ચાળ જ નહીં, પણ વધુ સમય લેનાર પણ બને છે.

સાંસદ હરિભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય અમેરિકા સાથે વેપાર અને રોકાણનું મહત્વનું કેન્દ્ર છે. વિઝા પ્રક્રિયાની અછત અને વી.એફ.એસ. સેન્ટર નહીં હોવાના કારણે નાગરિકો અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરે છે.

આ સમસ્યા માત્ર મહેસાણા જિલ્લા પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના નાગરિકોને અસર કરી રહી છે.

અર્થતંત્ર અને નાગરિક સુવિધાનું પ્રોત્સાહન

ગુજરાતમાં વી.એફ.એસ. (VFS) સેન્ટર શરૂ થવાથી માત્ર અરજદારોની જ અગવડતા દૂર થશે નહીં, પરંતુ તે રાજ્યના સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.

  • સમય અને નાણાંની બચત: લાંબા અંતરની મુસાફરીનો સમય અને તેના પર થતો ખર્ચ બચશે.
  • સ્થાનિક અર્થતંત્રને લાભ: વિઝા સંબંધિત અન્ય સહાયક સેવાઓ અને પર્યટન ક્ષેત્રે પણ વેગ મળશે.

સાંસદે વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે નાગરિકોની આ સમસ્યા પરત્વે સત્વરે ધ્યાન આપીને ગુજરાતમાં વિઝા સેન્ટર ફાળવવામાં આવે, જેથી ગુજરાતના નાગરિકોને તેમની વેપાર, શિક્ષણ અને અન્ય આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો માટે સરળતા મળી રહે.

ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમિગ્રન્ટ્સની ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે? ભારતીયો પર શું થશે અસર

હવે આગળ શું?

લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કરાયેલી આ રજૂઆત હવે કેન્દ્રીય વિદેશ મંત્રાલયના ધ્યાનમાં આવી છે. ગુજરાતના નાગરિકોને આશા છે કે આ માંગણી સકારાત્મક રીતે સ્વીકારવામાં આવશે અને ટૂંક સમયમાં જ તેમને મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જવાની મજબૂરીમાંથી મુક્તિ મળશે. વિદેશ મંત્રાલય આ માંગ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ