ગુજરાત : ગેરકાયદે બાંધકામ બચાવવા ગજબ જુગાડ, રામ મંદિર બનાવી દ્વારપાલ તરીકે મોદી-યોગીના સ્ટેચ્યુ મુક્યા

ગુજરાતમાં અંકલેશ્વરના ગડખોલ ગામમાં ગેરકાયદેસર મકાન બચાવવા એક વ્યક્તિએ મંદિર બનાવી તેની બહાર પીએમ મોદી અને સીએમ યોગીના પૂતળા મુક્યાનો જુગાડ કર્યો.

Written by Kiran Mehta
Updated : January 31, 2024 20:19 IST
ગુજરાત : ગેરકાયદે બાંધકામ બચાવવા ગજબ જુગાડ, રામ મંદિર બનાવી દ્વારપાલ તરીકે મોદી-યોગીના સ્ટેચ્યુ મુક્યા
અંકલેશ્વરના ગડખોલ ગામમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો

કમલ સૈયદ : ગુજરાતના અંકલેશ્વર જિલ્લામાં ગડખોલ ગામમાં એક વ્યક્તિએ પોતાના ગેરકાયદે બાંધકામને ધરાશાયી થતા બચાવવા મંદિર બનાવ્યું. ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (BAUDA) દ્વારા આ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવાની હતી. હકીકતમાં, મોહનલાલ ગુપ્તાએ ગયા વર્ષે ખરીદેલી બિલ્ડિંગમાં વધારાનો માળ બાંધ્યો હોવાના અહેવાલ છે.

પીએમ મોદી અને સીએમ યોગીની પ્રતિમા દ્વારપાલ તરીકે મુકી

આ ઇમારત પર ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ એકસાથે મૂકીને મંદિર બનાવવામાં આવ્યું છે. આ સિવાય મંદિરની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી પ્રતિમાઓ ‘સુરક્ષા ગાર્ડ’ તરીકે સ્થાપિત કરવામાં આવી છે.

અંકલેશ્વર ગેરકાયદેસર બાંધકામ નો શું છે પૂરો મામલો?

અંકલેશ્વરના ગધખોલ ગામે જનતા નગર સોસાયટીમાં રહેતા મનસુખ રાક્ષીયાએ ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓ બિલ્ડીંગનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ બધું જોઈને મોહન લાલ ગુપ્તાને તત્કાલીન ધાબા પર એક મંદિર બનાવડાવી દીધુ. આ સંબંધમાં તાજી ફરિયાદો બાદ અધિકારીઓએ મંગળવારે સ્થળની મુલાકાત લીધી હતી અને જાણવા મળ્યું હતું કે, જે ફ્લોર પર મંદિર બાંધવામાં આવ્યું છે, તે જાણ વિના બનાવવામાં આવ્યું હતું અને તે ગેરકાયદેસર હતું.

ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (BAUDA) એ હવે મોહન લાલ ગુપ્તાને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. ગુપ્તાના જણાવ્યા મુજબ, જીતેન્દ્ર ઓઝા, જેમની પાસેથી તેમણે ગયા વર્ષે મિલકત ખરીદી હતી, તેમણે 2012 માં ગડખોલ ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની પરવાનગી લીધી હતી.

ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે, કેટલાક નફરત કરનારાઓએ આ ફરિયાદ કરી હતી. ગુપ્તાએ કહ્યું, “મેં અમુક ભાગોને તોડીને માત્ર મિલકતમાં ફેરફાર કર્યા છે. કેટલાક લોકો એવા છે કે, જેઓ મારાથી ઈર્ષ્યા કરે છે અને સ્ટ્રક્ચર તોડી પાડવાની ધમકી આપી રહ્યા છે. તેઓએ મારી પાસે પૈસાની પણ માંગણી કરી છે. તે અમારી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીથી દૂર રહેણાંક સોસાયટીમાં રહે છે.”

આ પણ વાંચો – ચાંગોદર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતા બ્લાસ્ટ, ટ્રકમાં જ 2 લોકોના મોત, એક રાહદારી ઘાયલ

11 જુલાઈ, 2023ના રોજ દાખલ કરાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, ગામની ત્રણ રહેણાંક સોસાયટીઓમાં ગુપ્તા અને અન્ય કેટલાક લોકોના બાંધકામોને ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા. રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્શિયલ સોસાયટીમાં ગુપ્તાની બે માળની ઇમારત ઉપરાંત અરુણોદયનગર સોસાયટીમાં રામજીકુમાર મૌર્ય અને બીજી નિરવકુંજ સોસાયટીમાં રવિ વિશ્વકર્માએ બનાવેલી ઇમારતો હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ