ગુજરાત ચૂંટણી સર્વે: માત્ર 17 ટકા લોકો મોદી-શાહના કામને માને છે અસરકારક, શું હશે સૌથી મોટો મુદ્દો

ABP C-Voter Survey : એબીપી સી-વોટર સર્વે અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં સૌથી વધારે અસરકારક મુદ્દો કયો રહેશે. પીએમ મોદી (PM Modi) અને અમિત શાહ (Amit Shah) ના કામ પર લોકો શું કહી રહ્યા?

Written by Kiran Mehta
Updated : November 08, 2022 16:39 IST
ગુજરાત ચૂંટણી સર્વે: માત્ર 17 ટકા લોકો મોદી-શાહના કામને માને છે અસરકારક, શું હશે સૌથી મોટો મુદ્દો
એબીપી સી-વોટર સર્વે (ફોટો ફાઈલ)

ABP C-Voter Survey: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં કયો મુદ્દો સૌથી વધુ અસરકારક રહેશે તે જાણવા માટે કરાયેલા સર્વેમાં કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. એબીપી અને સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ધ્રુવીકરણ, રાષ્ટ્રીય સુરક્ષા, મોદી-શાહનું કાર્ય, રાજ્ય સરકારનું કાર્ય, આમ આદમી પાર્ટી અને અન્ય જેવા વિકલ્પો આપવામાં આવ્યા હતા. આ અંગે જનતાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને સૌથી વધુ મત મળ્યા છે, ત્યારબાદ ધ્રુવીકરણ અને ત્રીજા નંબરે મોદી-શાહનું કામ છે.

ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા મુજબ 27 ટકા લોકોનું માનવું છે કે ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સૌથી વધુ પ્રભાવશાળી રહેશે. આ પછી 19 ટકા લોકો માને છે કે, ધ્રુવીકરણનો મુદ્દો અસરકારક રહેશે, જ્યારે 17 ટકા લોકોએ મોદી-શાહના કામને મત આપ્યો છે. વધુમાં, 16-16 ટકા લોકોએ રાજ્ય સરકારનું કામ અને આમ આદમી પાર્ટીનો મુદ્દો અસરકારક હોવાની સંભાવના વ્યક્ત કરી હતી અને અન્ય માટે 5 ટકા લોકોએ સંમતિ વ્યક્ત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી ગઈ છે. આ સાથે મતદાન પહેલા રાજ્યનું વાતાવરણ જાણવા માટે કરવામાં આવી રહેલા સર્વેમાં ભાજપને રાહત મળતી જોવા મળી રહી છે. તો, આંકડાઓ કોંગ્રેસ માટે સારા સંકેત આપી રહ્યા નથી. આ સિવાય આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાથી સ્થિતિ બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. AAP દ્વારા ચૂંટણી લડવાના કારણે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. તો, પરિણામ 8 ડિસેમ્બરે આવશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજ તારીખે આપવામાં આવશે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ વખતે ભાજપને ટક્કર આપવાનો દાવો કરી રહી છે.

આ પણ વાંચોPAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

AAP કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અહીં ઝડપી રેલીઓ કરી રહ્યા છે, જ્યારે બીજેપીએ પણ ફરીથી સત્તા મેળવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસ અહીં સંકલ્પ યાત્રાઓ કરી રહી છે અને પાર્ટીએ ઓગસ્ટથી દરેક બે મતવિસ્તારો માટે 91 “રથ” તૈનાત કર્યા છે, જે આગળ વધી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ