વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં ચૂંટણી જીતવા પર CM માટે ભૂપેન્દ્ર પટેલ સાથે કેમ ઊભી છે BJP?

Gujarat Assembly election BJP CM candidate: “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારું કામ કર્યું છે અને તેઓનું પુનરાવર્તન (બીજી ટર્મ માટે) કરવામાં આવશે”.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીની વિદાય બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા પટેલ મુખ્ય પ્રધાન તરીકે પક્ષની આશ્ચર્યજનક પસંદગી હતા.

Written by mansi bhuva
Updated : October 03, 2022 22:24 IST
વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં ચૂંટણી જીતવા પર CM માટે ભૂપેન્દ્ર પટેલ સાથે કેમ ઊભી છે BJP?
ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

પરિમલ ડાભી, લીના મિશ્રા, અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ને ગણતરીના મહિના જ બાકી છે. ત્યારે શનિવારે TV9 દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યાં હતા. કાર્યક્રમ અંતર્ગત સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે, ‘જો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી બહુમત સાથે સત્તામાં આવશે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ રહેશે’.

શા માટે ભૂપેન્દ્ર પટેલનું CM માટે પૂનરાવર્તન?

આ સાથે સીઆર પાટીલે જણાવ્યું કે, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ તમામ ટિકીટો નક્કી કરશે. પાર્ટીના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે પૂછવામાં આવતા પાટીલે કહ્યું: “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારું કામ કર્યું છે અને તેઓનું પુનરાવર્તન (બીજી ટર્મ માટે) કરવામાં આવશે”.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીની વિદાય બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા પટેલ મુખ્ય પ્રધાન તરીકે પક્ષની આશ્ચર્યજનક પસંદગી હતા.

સીએમની નિમણૂક અને રાજ્યમાં સરકારો ચલાવવા વ્યવસ્થા

ગુજરાતમાં છેલ્લા 24 વર્ષથી ભાજપ ભગવો લહેરાવે છે. ત્યારે પાર્ટીના નેતાઓ જણાવે છે કે, સીએમની નિમણૂક અને રાજ્યમાં સરકારો ચલાવવા માટે એક વ્યવસ્થા ઘડાઇ છે અને તે અનુરૂપ જ ભૂપેન્દ્ર પટલને કરવાનું હોય છે. હાલમાં રાજ્યમાં જબરદસ્ત ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેને લઇને ભાજપના પ્રચારની થીમ “ડબલ એન્જીન કી સરકાર” છે. જે અંતર્ગત મતદારોને વચન આપ્યું છે કે, જો તેઓ ભાજપને બહુમત સાથે ફરી કેન્દ્રમાં સત્તામાં લાવશે તો તેમના અટકેલા વિકાસનો કામો પૂર્ણ કરશે.

ભૂપેન્દ્ર પટેલે ધ્યાન દોર્યું

સીઆર પાટીલે આગળ વાત કરતા કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલે યથાસ્થિતિ જાળવવા સિવાય શું કરવાનું હતું? જેને લઇને ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદના ઘાટલોડિયાના પ્રથમ વખતના ધારાસભ્યએ સીએમ પદ સંભાળ્યું એ ખુબ પ્રશંસનીય કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ જેવા કડવા પાટીદાર અને નેતાએ ધ્યાન દોર્યું હતું કે, આનંદીબેન પટેલના સ્થાને મધ્ય-ગાળામાં લાવવામાં આવેલા 2017માં પણ મુખ્યમંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યાં છેં.

ભાજપ હાઇકમાન્ડ સ્થિરતાની ઝલક આપવા માગે છે

ખરેખર તો રાજ્યમાં ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ હાલ કોઇ મોટા ફેરફાર કરવા માંગતું નથી. પક્ષના નેતાઓએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે વિજય રૂપાણીનું પરિવર્તનનો નિર્ણય કરવો સરળ હતો. આ સાથે એક નેતાએ વધુમાં કહ્યું કે, ભાજપ હાઇકમાન્ડ ભૂપેન્દ્ર પટલને રિપીટ કરીને સ્થિરતાની ઝલક આપવા માંગે છે’.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભૂપેન્દ્ર પટેલને CM તરીકે રિપીટ કરાશે, આ મુખ્યમંત્રીઓનું થયું છે પુનરાવર્તન

બીજેપી હાઇકમાન્ડનો આગલી રાત્રે આદેશ

જોકે બીજેપી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યે વિશ્વાસ દેખાડે તે પહેલાં જ રૂપાણી તેના માર્ગમાંથી ખસી ગયા હતા. ત્યારે હવે વિજય રૂપાણીને પંજાબના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં વિજય રૂપાણીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમને બીજેપી હાઇકમાન્ડ દ્વારા આગલી રાત્રે જ CM પદેથી રાજીનામું આપવાનો કહ્યું હતું. પૂર્વ મૂખ્યમંત્રી વિજય રૂપાણી માને છે કે, તેણે તેના કાર્યકાળ અંતર્ગત મોટા ભાગના લક્ષ્યો પૂર્ણ કર્યાં છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારનો કાર્યકાળ

ભૂપેન્દ્ર પટેલની સરકારનો એક વર્ષનો કાર્યકાળ મુશ્કેલીઓથી ભરપૂર છે. ભૂપેન્દ્ર પટેલને રખડતા ઢોર નિયંત્રણ બિલનો વિરોધ, મુન્દ્રા બંદર પરથી 3,000 કિલો હેરોઇનનો જથ્થો પકડાયો હતો. જેના કારણે ડ્રાય સ્ટેટમાં 42 લોકોના મોત નીપજ્યાં હતા. ત્યારે તેમના મોત પર ઉઠાવેલા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે 2002ના બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની આજીવન કેદની સજા માફીનો નિર્ણય લેતા તેમને આંદોલન અને ફટકો પડ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલની સરકારની ઉપલ્બધિ

ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં મુખ્ય મુદ્દો નર્મદા નીરને કચ્છના છેવાડા સુધી પહોંચાડવામાં સિદ્ધી મળી છે. તેમજ સેમિકન્ડક્ટર સુવિધા માટે વેદાંત-ફોક્સકોન સાથે કરાર પણ એક ઉપલ્બધિ છે. તો ગુજરાતે પ્રથમવાર ડિફેન્સ એકસ્પોની યજમાની માટે ‘નેશનલ ગેમ્સ’નું આયોજન કરવાની તક પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે, આ બધાને કેન્દ્રની મોદી સરકારના આશિષ તરીકે જોવામાં આવે છે.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પ્રશંસનીય પ્રદર્શન

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ભાજપે બે ચૂંટણીઓમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. ગાંઘીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને લગભગ 9 હજાર ગ્રામ પંચાયતોમાં સારું એવું પ્રભુત્વ જમાવ્યું છે. તો ભાજપે ગાંઘીનગર કોર્પોરેશનમાં 44માંથી 41 સીટ પર ભગવો લહેરાવ્યો છે. ભાજપે અંદાજે 70 ટકાથી વધુ ગ્રામ પંચાયતોની બેઠક જીતી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ચેતન રાવલ સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે

બીજેપીના વરિષ્ઠ પદાધિકરીએ કર્યા સીએમના વખાણ

બીજેપીના વરિષ્ઠ પદાધિકારીએ સીએમને એવા માણસ તરીકે વર્ણવ્યા છે કે, ભૂપેન્દ્ર પટેલ તેમની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે પરંતુ સ્થિર નિર્ણયો લે છે. ત્યારે મને એવું નથી લાગતું કે, ભૂપેન્દ્ર પટેલની સરકારને આ આશા સાથે નિયુક્ત કરાઇ હતી. એવામાં આ કોઇ ચમત્કારથી કમ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ