ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપની બળવાખોર નેતાઓ પર કાર્યવાહી, મધુ શ્રીવાસ્તવ, ધવલસિંહ ઝાલા સહિત 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મળવાના કારણે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટીની વિરુદ્ધમાં જઈને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી

Written by Ashish Goyal
Updated : November 22, 2022 21:11 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપની બળવાખોર નેતાઓ પર કાર્યવાહી, મધુ શ્રીવાસ્તવ, ધવલસિંહ ઝાલા સહિત 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા (તસવીર - સીઆર પાટીલ ટ્વિટર)

Gujarat Polls 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મળવાના કારણે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટીની વિરુદ્ધમાં જઈને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે હવે આ અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પાર્ટીના કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરી છે. ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

વડોદરા જિલ્લાના 3 નેતાઓમાં પાદરામાં દિનુ પટેલ, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, સાવલીમાં કુલદીપસિંહ રાઉલ તથા પંચમહાલ જિલ્લામાં ખતુભાઈ પગી, મહિસાગરમાં એસ.એમ ખાંટ, ઉદયભાઇ શાહ, આણંદમાં રમેશભાઇ ઝાલા, અમરશીભાઇ ઝાલા, અરવલ્લીમાં ધવલસિંહ ઝાલા, મહેસાણામાં રામસિંહ શંકરજી ઠાકોર, બનાસકાંઠામાં માવજીભાઇ દેસાઇ અને લેબજી ઠાકોરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા

અગાઉ ભાજપે 7 બળવાખોર નેતાને કર્યા હતા સસ્પેન્ડ

આ પણ વાંચો – વિરમગામ બેઠક ભાજપ નેતા હાર્દિક પટેલ માટે આસાન નહી, કોંગ્રેસે બે વખત કબજે કરી, આ છે જ્ઞાતિ સમીકરણ

આ પહેલા ભાજપે બળવાખોર સાત અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં નાંદોદથી અપક્ષ ઉમેદવાદ હર્ષદ વસાવા, કેશોદથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણી,પારડીથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કેતન પટેલ,ધ્રાંગધ્રાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર છત્રસિંહ ગુંજારિયા, વેરાવળથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉદય શાહ અને રાજકોટ ગ્રામ્યથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરત ચાવડા અને મહુવાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કરણ બરૈયાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સસ્પેન્ડ કર્યા હતા.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. સોરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ