ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને-કોને મળી ટિકિટ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી

Written by Ashish Goyal
Updated : November 05, 2022 00:06 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને-કોને મળી ટિકિટ
કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી

Congress Candidates: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. જસદણમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, કુતિયાણાથી નાથા ઓડેદરા અને મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નવી દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં બેઠક પછી લિસ્ટને જાહેર કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે લિસ્ટ જાહેર કરતા જણાવ્યું કે ઉચિત સમય પર બાકી વિધાનસભા ક્ષેત્રો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો – ઈસુદાન ગઢવી બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત

ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાયા

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજયગુરુ આ વર્ષે એપ્રિલમાં જ આપમાં જોડાયા હતા. હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

કોંગ્રેસના 43 ઉમેદવારોની યાદી- કોણ ક્યાંથી ચૂંટણી લડશે? જાણો…

ક્રમેબેઠકઉમેદવારનું નામ
1ડીસાસંજય રબારી
2અંજારરમેશ ડાંગર
3ગાંધીધામ-એસસીભરત સોલંકી
4ખેરાલુમુકેશ દેસાઈ
5કડી-એસસીપ્રવિણ પરમાર
6હિંમતનગરકમલેશ પટેલ
7ઈડર-એસસીરમેશ સોલંકી
8ગાંધીનગર-દક્ષિણહિમાંશુ પટેલ
9ઘાટલોડિયાઅમીબહેન યાજ્ઞિક
10એલિસબ્રિજભિખુ દવે
11અમરાઈવાડીધર્મેન્દ્ર પટેલ
12દસક્રોઈઉમેદી બુધાજી ઝાલા
13રાજકોટ-દક્ષિણહિતેશ વોરા
14રાજકોટ-ગ્રામ્ય(એસસી)સુરેશ બથવાર
15જસદણભોલાભાઈ ગોહિલ
16જામનગર-ઉત્તરબિપેન્દ્રસિંહ જાડેજા
17પોરબંદઅર્જુન મોઢવાડિયા
18કુતિયાણાનાથા ઓડેદરા
19માણાવદરઅરવિંદ લાડાણી
20મહુવાકનુ કલસરીયા
21નડિયાદધ્રુવલ પટેલ
22મોરવા હડફ-એસટીસ્નેહલતા ખાંટ
23ફતેપુરા-એસટીરઘુ મારચ
24ઝાલોદ-એસટીમિતેશ ગરાસિયા
25લીમખેડા-એસટીરમેશ ગુંડીયા
26સંખેડા-એસટીધીરુભાઈ ભીલ
27સયાજીગંજઅમીબેન રાવત
28અકોટારુત્વિક જોશી
29રાવપુરાસંજય પટેલ
30મુંજાલપુરતશ્વિન સિંહ
31ઓલપાડદર્શનકુમાર નાયક
32કામરેજનિલેશકુમાર કુંભાણી
33વરાછા રોડપ્રફુલભાઇ તોગડીયા
34કતારગામકલ્પેશ વારિયા
35સુરત-પશ્ચિમસંજય પાટવા
36બારડોલી-એસટીપન્નાબેન પટેલ
37મહુવા-એસટીહેમાંગીની ગરાસીયા
38ડાંગર-એસટીમુકેશભાઇ પટેલ
39જલાલપોરરંજીતભાઇ પટેલ
40ગણદેવી-એસટીશંકરભાઇ પટેલ
41પારડીજયશ્રી પટેલ
42કપરાડા-એસટીવસંતભાઇ પટેલ
43ઉમરગામ-એસટીનરેશભાઇ વાલ્વી

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ