ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કાની 89 બેઠક અને બીજા તબક્કાની 93 બેઠક એટલે કે, રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર 1600થી વધુ ઉમેદવારો મેદાને હતા. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણે પાર્ટી પોતાની સરકાર બનશે તેવા દાવા કરી રહી હતી. એક્ઝિટપોલના આંકડા પણ બહાર આવી ગયા છે, જેમાં ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવું તારણ કાઢવામાં આવી રહ્યું છે. જોકે કોને કેટલી બેઠકો મળી અને કોણ જીતશે અને કોણ હાર્યું તે 8 ડિસેમ્બરે મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે. પરંતુ, આ પહેલા જોઈએ કે, રાજ્યની ચર્ચાસ્પદ બેઠકો જેમકે મોરબી દુર્ઘટના, આપના મોટા નેતાઓ જ્યાં ઉભા છે, મોદીએ જ્યાં સભાઓ ગજવી, 2017ની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ ઓછા માર્જિનથી બેઠકો જીતી હતી, રાજ્યના જ્યાં મોટા મંદિરો છે અને ભાજપના મોટા માથાઓ જ્યાં ઉભા છે, જેવી ચર્ચાસ્પદ બેઠકો પર ક્યાં કેવું મતદાન થયું.
2017માં કોંગ્રેસે ઓછા માર્જિનથી જીતેથી બેઠકો પર કેટલું મતદાન?
સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા 2017માં ઓછા માર્જિનથી જીતેલી બેઠકોની વાત કરીએ તો, તેમાં માણસા – 524ની લીડ, દિયોદર – 972, છોટા ઉદેપુર (એસટી) – 1093, મોડાસા – 1640, ધાનેરા – 2093, સોજીત્રા – 2388, જેતપુર – 3052, કરજણ – 3564ની લીડથી કોંગ્રેસે જીત મેળવી હતી. તો હવે જોઈએ 2017માં આ બેઠકો પર કેટલું મતદાન થયું હતું અને આ વખતે 2022માં કેટલું મતદાન થયું.
| બેઠક | 2017 | 2022 |
| માણસા | 76.31 | 71.28 |
| દિયોદર | 77.38 | 74.02 |
| છોટા ઉદેપુર | 67.62 | 60.11 |
| માોડાસા | 71.17 | 68.02 |
| ધાનેરા | 75.81 | 75.12 |
| સોજિત્રા | 75.18 | 69.84 |
| જેતપુર | 69.32 | 66.04 |
| કરજણ | 77.31 | 70.02 |
પીએમ મોદીએ સભાઓ ગજવી ત્યાં કેવો મતદારોનો પ્રતિસાદ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ પાર્ટીના ટોચના નેતાઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ રાજ્યમાં પ્રચાર જોરશોરથી કર્યો. આપણે પીએમ મોદીની વાત કરીએ તો તેમણે ભાજપને જીત અપાવવા માટે સરસપુર, થરાદ, સુરત, કાંકરેજ, સુરેન્દ્રનદર, મહેસાણા, કાલોલ, આણંદ, અંજાર, ભાવનગર, દહેગામ, બાવળા સહિત લગભગ 31 જેટલી સભાઓ ગજવી આ સિવાય તેમણે અમદાવાદ અને સુરતમાં રોડ શો પણ કર્યા, તો જોઈએ ક્યાં કેટલું મતદાન થયું
દુર્ધટના અને વિવાદ બાદ રાજકીય માહોલ ગરમાયો હતો તેવી બેઠક
| બેઠક | 2017 | 2022 |
| થરાદ | 86.15 | 85.02 |
| સુરત | 66.79 | 62.27 |
| કાંકરેજ | 76.27 | 68.79 |
| સુુરેન્દ્રનગર | 66.01 | 62.46 |
| મહેસાણા | 72.55 | 66.4 |
| કાલોલ | 72.47 | 72.05 |
| આણંદ | 71.82 | 67.8 |
| ભાવનગર | 62.18 | 59.17 |
| દહેગામ | 72.72 | 68.06 |
| બાપુનગર | 64.81 | 57.21 |
| અમદાવાદ | 66.69 | 58.32 |
| અંજાર | 68.08 | 64.34 |
મોરબી પુલ દુર્ઘટનામાં 135ના મોત થતા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો, આ સિવાય બોટાદ લઠ્ઠાકાંડમાં અંદાજીત મૃત્યુઆંક 39 પહોંચ્યો હતો, આ સિવાય ગાંધીનગરમાં આંદોલનો બાદ પણ વિવાદ સર્જાયો હતો, તો જોઈએ આ બેઠકો પર કેવું મતદાન થયું.
| બેઠક | 2017 | 2022 |
| મોરબી | 71.74 | 67.16 |
| બોટાદ | 68.03 | 63.53 |
| ગાંધીનગર | 72.03 | 65.66 |
આપના મોટા નેતાઓ જે બેઠકો પર ઉમેદવાર છે ત્યાં કેવો માહોલ રહ્યો?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આપ પાર્ટીએ પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું, જેમાં આપના મોટા અને ચર્ચાસ્પદ નેતાઓમાં ઈસુદાન ગઢવી (ખંભાળીયા),ગોપાલ ઈટાલિયા (કતારગામ), અલ્પેશ કથિરીયા (વરાછા) , મનોજ સોરઠિયા (કારંજ) , રામ ધડૂક (કામરેજ), ધાર્મિક માલવિયા (ઓલપાડ) જેવા મોટા માથાઓ છે. તો જોઈએ આ બેઠકો પર કેવો રહ્યો મતદારોનો મૂડ.
| બેઠક | 2017 | 2022 |
| ખંભાળીયા | 60.33 | 62.34 |
| કતારગામ | 65.03 | 64.08 |
| વરાછા | 63.04 | 56.38 |
| કારંજ | 55.99 | 50.54 |
| કામરેજ | 64.83 | 60.28 |
| ઓલપાડ | 68.01 | 64.65 |
ભાજપના બળવાખોર નેતાઓ જે બેઠકો પર મેદાને ત્યાં કેવો પ્રતિસાદ?
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે 11 બેઠકો પર ભાજપમાંથી ટિકિટ ન મળતા ઉમેદવારોએ બળવો કરી કેટલાક કોંગ્રેસ, આપ તો કેટલાક અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી આ બેઠકોનો ચૂંટણી જંગ રસપ્રદ બનાવી દીધો, જેમાં ધાનેરા, બાયડ, પાદરા, ડીસા, ખેરાલુ, શહેરા, ઉમરેઠ, ખંભાત, વાઘોડિયા અને સાવલી જેવી બેઠકોનો સમાવેશ થાય છે.
| બેઠક | 2017 | 2022 |
| ધાનેરા | 75.81 | 75.63 |
| બાયડ | 70.88 | 70.02 |
| પાદરા | 80.74 | 76.79 |
| ડીસા | 71.74 | 73.94 |
| ખેરાલુ | 72.16 | 67.38 |
| શહેરા | 72.41 | 68.94 |
| ઉમરેઠ | 71.63 | 68.44 |
| ખેંભાત | 69.59 | 67.61 |
| વાઘોડિયા | 76.94 | 73.88 |
| સાવલી | 71.73 | 75.77 |
અનામત આંદોલન સમયના ત્રણ યુવા ચહેરાઓ જ્યાં ઉભા છે તેવી બેઠક
અનામત આંદોલન બાદ જે યુવા ચહેરાઓ ચર્ચામાં આવ્યા અને ત્યારબાદ અલગ અલગ પાર્ટી સાથે જોડાઈ ગયેલા હાર્દિક પટેલ (વિરમગામ), અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ) અને જિગ્નેશ મેવાણી (વડગામ) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકો પર કેવું મતદાન થયું જે પણ રસપ્રદ.
| બેઠક | 2017 | 2022 |
| વિરમગામ | 68.16 | 65.57 |
| ગાંધીનગર દક્ષિણ | 70.77 | 65.21 |
| વડગામ | 72.12 | 66.21 |
જાણિતા મંદિરો જ્યાં છે એવી રસપ્રદ બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો પણ અનેક વખત ચર્ચામાં રહ્યો આ સિવાય મંદિરોના નામ અને તેના વિકાસની ચર્ચા પણ જોરશોરથી રહી જેમાં દ્વારકા, પાવાગઢ, ચોટિલા, બેચરાજી, સોમનાથ, અંબાજી અને ઊંઝા જેવી બેઠકો પર કેવો રહ્યો માહોલ.
| બેઠક | 2017 | 2022 |
| દ્વારકા | 59.28 | 61.06 |
| પાવાગઢ (હાલોલ) | 74.44 | 72.27 |
| ચોટિલા | 66.26 | 63.28 |
| બેચરાજી | 70.67 | 62.58 |
| સોમનાથ | 75.98 | 72.94 |
| અંબાજી (દાંતા) | 74.43 | 70.63 |
| ઊંઝા | 71.86 | 63.16 |
ગુજરાતના મંત્રીઓ જે બેઠક પરથી લડી રહ્યા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે હવે બધાની નજર 8 ડિસેમ્બરે મતગણતરી અને પરિણામ પર હશે, તો આ ચૂંટણીમાં ગુજરાત સરકારના મંત્રીઓ ભુપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા), ઋષિકેષ પટેલ (વિસનગર), જગદિશ વિશ્વકર્મા (નિકોલ), અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ), કુબેરભાઈ ડીંડોર (સંતરામપુર), મનીષા વકિલ (વડોદરા), નિમિષા સુથાર (મોરવા હડફ), કિર્તીસિંહ વાઘેલા (કાંકરેજ), જીતુભાઈ વાઘાણી (ભાવનગર), પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ), કિરીટસિંહ રાણા (લીંબડી), નરેશ પટેલ (ગણદેવી-નવસારી), હર્ષ સંઘવી (મજુરા (સુરત)), જીતુભાઈ ચૌધરી (કપરાડા (વલસાડ)), મુકેશ પટેલ (ઓલપાડ (સુરત)), વિનુ મોરડિયા – કતારગામ (સુરત) અને દેવાભાઈ માલમ (કેશોદ (જુનાગઢ)પણ મેદાનમાં છે, તો જોઈએ આ વખતે આ બેઠક પર કેટલું મતદાન નોંધાયું.
| બેઠક | 2017 | 2022 |
| ઘાટલોડિયા | 68.71 | 59.71 |
| વિસનગર | 74.96 | 69.11 |
| નિકોલ | 67.25 | 58.84 |
| મહેમદાબાદ | 75.77 | 72.45 |
| સંતરામપુર | 67 | 59.01 |
| વડોદરા | 68.33 | 60.02 |
| મોરવા હડફ | 63.14 | 61.21 |
| કાંકરેજ | 76.07 | 68.90 |
| ભાવનગર | 62.68 | 60.83 |
| સુરત પશ્ચિમ | 67.71 | 62.92 |
| જામનગર ગ્રામ્ય | 66.28 | 63.91 |
| પારડી (વલસાડ) | 69.37 | 63.57 |
| લીંબડી | 66.26 | 62.92 |
| ગણદેવી (નવસારી) | 74.09 | 71.49 |
| મજુરા (સુરત) | 62.23 | 58.07 |
| કાંપરાડા (વલસાડ) | 84.23 | 79.57 |
| ઓલપાડ (સુરત) | 68.01 | 64.65 |
| કતારગામ (સુરત) | 65.03 | 64.08 |
| કેશોદ (જુનાગઢ) | 61.95 | 62.05 |





