scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કયા જિલ્લામાં કેટલું મતદાન થયું? જુઓ – 2017ની તુલનામાં ક્યાં કેટલું ઓછુ મતદાન નોંધાયું?

Gujarat Assembly Election 2022 voting : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું સરેરાશ 6.89 ટકા મતદાન થયું. જો તેની તુલના 2017ની વિધાનસભા ચૂંટણી સાથે કરીએ તો, આ વખતે 5.44 ટકા ઓછુ મતદાન નોંધાયું. તો જોઈએ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 2017ની તુલનામાં ક્યાં કેટલું મતદાન નોંધાયું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કયા જિલ્લામાં કેટલું મતદાન થયું? જુઓ – 2017ની તુલનામાં ક્યાં કેટલું ઓછુ મતદાન નોંધાયું?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : 2017ની તુલનામાં ક્યાં કેટલું મતદાન

Gujarat Assembly Election 2022 Voting : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. મતદારોનો મતદાનમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળ્યો, ગત 2017ની વિધાનસભા ચૂ્ંટણી કરતા આ વખતે 5.44 ટકા મતદાન ઓછુ થયું છે. વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં 68.33 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 62.89 ટકા મતદાન થયું છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે ગુરૂવારે મતદાન થયું હતુ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ, અપક્ષ સહિત અન્ય પાર્ટીના 778 ઉમેદવારો મેદાને હતા, જેમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. તો જોઈએ કયા જિલ્લાની કઈ બેઠક પર 2017માં કેટલા ટકા મતદાન થયું હતું, જેની તુલનામાં 2022ની ચૂંટણીમાં સરેરાશ કેટલા ટકા મતદાન થયું.

ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછુ મતદાન નોંધાયું?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ગઈ કાલે મતદાન થયું જેના સત્તાવાર આંકડા સામે આવી ગયા છે. આ અતંર્ગત નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયું છે. અહીં 82.33 ટકા મતદાન થયું છે. તો કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પર મતદારોએ નિરસતા બતાવી છે, અહીં માત્ર 47.86 ટકા મતદાન નોંધાયું છે.

કચ્છ

કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અહીં 6 બેઠકો અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક પર મતદાન થયું, કચ્છ જિલ્લામાં સરેરાશ મતદારોએ મતદાનમાં ઓછો રસ દેખાડ્યો છે. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 5 ટકા જેટલું મતદાન ઓછુ નોંધાયું છે. 2017માં કચ્છ જિલ્લામાં 64.34 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022ની ચૂંટણીમાં 59.08 ટકા મતદાન નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1અબડાસા167.1563.75-3.4
2માંડવી271.1665.38-5.78
3ભૂજ366.7161.64-5.07
4અંજાર468.0864.13-3.95
5ગાંધીધામ554.5447.86-6.68
6રાપર660.1458.35-1.79
64.3459.8-4.54
સુરેન્દ્રનગર

સુરેન્દ્ર જિલ્લાની પાંચ બેઠકો પર પણ શાંતીપૂર્ણ રીતે મતદાન થયું. અહીં જિલ્લાની પાંચ બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક માટે મતદાન થયું. વર્ષ 2017ની ચૂંટણીની તુલનામાં આ વખતે 2022ની ચૂંટણીમાં સરેરાશ 3.55 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. વર્ષ 2017માં 66.01 ટકા મતદાન થયું હતું તો આ વખતે 2022ની ચૂ્ંટણીમાં 62.46 ટકા મતદાન નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1દસાડા6065.2962.6-2.69
2લીમડી6163.7462-1.74
3વઢવાણ6264.4857.62-6.86
4ચોટીલા6366.2663.28-2.98
5ધ્રાંગધ્રા6470.0466.77-3.27
66.0162.46-3.55
મોરબી

મોરબી જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું, જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠકનું સરેરાશ 69.77 ટકા મતદાન નોંધાયું છે. જો વર્ષ 2017ની આની સાથે તુલના કરીએ તો, 3.89 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. એટલે કે મોરબી જિલ્લાના મતદારોએ પણ મતદાન કરવામાં નિરસતા દેખાડી છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1મોરબી71.7467.13-4.61
2ટંકારા74.571.18-3.32
3વાંકાનેર74.8971.19-3.7
73.6669.77-3.89
રાજકોટ

રાજકોટની વાત કરીએ તો અહીં જિલે્લાની 8 બેઠકો માટે મતદાન શાંતીપૂર્ણ પુરૂ થયું હતું. રાજોકટમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં અહીં 2022માં 6.84 ટકા મતદાન ઓછુ નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1રાજકોટ પૂર્વ6867.2862.15-5.13
2રાજકોટ પશ્વિમ6968.5456.15-12.39
3રાજકોટ દક્ષિણ7064.6158.84-5.77
4રાજકોટ ગ્રામ્ય7164.4261.74-2.68
5જસદણ7273.9562.48-11.47
6ગોંડલ7365.7262.81-2.91
7જેતપુર747163.22-7.78
8ધોરાજી7563.2357.2-6.03
67.2960.45-6.84
જામનગર

જામનગર જિલ્લામાં ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોનો સમાવેશ થાય છે જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક છે. જો જામનગર જિલ્લાની 2017ના મતદાન સાથે તુલના કરીએ તો, આ વખતે 2022માં 6.69 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર જિલ્લામાં 64.07 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022માં 58.01 ટકા મતદાન નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1કાલાવડ7661.155.61-5.49
2જામનગર ગ્રામ્ય7766.2856.33-9.95
3જામનગર ઉત્તર7865.555.96-9.54
4જામનગર દક્ષિણ7964.5557.33-7.22
5જામજોધપુર8066.665.42-1.18
64.758.01-6.69
દેવભૂમી દ્વારકા

દેવભુમી દ્વારકાની બે બેઠકો ખંભાળીયા અને દ્વારકા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું. વર્ષ 2017માં અહીં 59.81 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 61.07 ટકા મતદાન થયું છે, એટલે કે 2017 કરતા 2022માં 01.89 ટકા મતદાન વધારે થયું છે.

ક્રમબેઠકનું નામબેઠકનો ક્રમાંક20172022તફાવત
1ખંભાળીયા8160.3362.342.01
2દ્વારકા8259.2861.041.76
59.8161.71.89
પોરબંદર

પોરબંદરમાં ગુજરાત વિધાનસભાની બે બેઠક પર આ વખતે 2022માં 59.51 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 2.72 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 62.23 ટકા મતદાન થયું હતું.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1પોરબંદર8364.7761.98-2.79
2કુતિયાણા8459.256.6-2.6
62.2359.51-2.72
જુનાગઢ

જુનાગઢમાં ગુજરાત વિધાનસભાની 5 બેઠક પર આ વખતે 2022માં 59.52 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 3.63 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 63.15 ટકા મતદાન થયું હતું.

ક્રમબેઠક નામબેઠક ક્રમાંક20172022તફાવત
1માણાવદર8565.961.17-4.73
2જૂનાગઢ8660.5955.82-4.77
3વિસાવદર8762.3256.1-6.22
4કેશોદ8861.9562.050.1
5માંગરોળ8965.4963.52-1.97
63.1559.52-3.63
ગીર સોમનાથ

ગીર સોમનાથની 4 બેઠકો સોમનાથ. તલાલા. કોડિનાર અને ઉના બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું. વર્ષ 2017માં અહીં 69.29 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 65.93 ટકા મતદાન થયું છે, એટલે કે 2017 કરતા 2022માં 03.36 ટકા મતદાન વધારે થયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1સોમનાથ9075.9872.94-3.04
2તલાલા9170.2263.39-6.83
3કોડિનાર9266.3963.77-2.62
4ઉના9364.1963.17-1.02
69.2965.93-3.36
અમરેલી

અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું, જેમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠકનું સરેરાશ 57.69 ટકા મતદાન નોંધાયું છે. જો વર્ષ 2017ની સાથે તુલના કરીએ તો, 4.25 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. એટલે કે અમરેલી જિલ્લાના મતદારોએ પણ મતદાન કરવામાં નિરસતા દેખાડી છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1ધારી9460.0752.83-7.24
2અમરેલી9563.4356.5-6.93
3લાઠી9661.9358.67-3.26
4સાવરકુંડલા9756.4454.18-2.26
5રાજુલા9866.7764.84-1.93
61.8457.59-4.25
ભાવનગર

ભાવનગરમાં ગુજરાત વિધાનસભાની 7 બેઠક પર આ વખતે 2022માં 59.17 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 3.01 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 62.18 ટકા મતદાન થયું હતું.

ક્રમબેઠક નામબેઠક ક્રમાંક20172022તફાવત
1મહુવા9964.4861.96-2.52
2તળાજા10063.8855.01-8.87
3ગારીયાધાર10155.6660.835.17
4પાલીતણા10259.9458.94-1
5ભાવનગર ગ્રામ્ય10362.6560.96-1.69
6ભાવનગર પૂર્વ10465.356.08-9.22
7ભાવનગર પશ્વિમ10562.7760.51-2.26
62.1859.17-3.01
બોટાદ

બોટાદ જિલ્લાની વાત કરીએ તો, અહીં 2 બેઠકો ગઢડા અને બોટાદ બેઠક પર મતદાન થયું, કચ્છ જિલ્લામાં સરેરાશ મતદારોએ મતદાનમાં ઓછો રસ દેખાડ્યો છે. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 5.16 ટકા જેટલું મતદાન ઓછુ નોંધાયું છે. 2017માં બોટાદ જિલ્લામાં 62.74 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022ની ચૂંટણીમાં 57.58 ટકા મતદાન નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1ગઢડા10656.7651.04-5.72
2બોટાદ10768.363.5-4.8
62.7457.58-5.16
નર્મદા

નર્મદા ગુજરાત વિધાનસભાની 2 બેઠક પર આ વખતે 2022માં 73.05 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 07.17 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 80.67 ટકા મતદાન થયું હતું.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1નાંદોદ14876.4365.14-11.29
2ડેડીયાપાડા14985.582.33-3.17
80.6773.5-7.17
ભરૂચ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું, જેમાં જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠકનું સરેરાશ 66.61 ટકા મતદાન નોંધાયું છે. જો વર્ષ 2017ની સાથે તુલના કરીએ તો, 06.81 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. એટલે કે ભરૂચ જિલ્લાના મતદારોએ પણ મતદાન કરવામાં નિરસતા દેખાડી છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1જંબૂસર15070.5566-4.55
2વાગરા15177.0368.5-8.53
3ઝઘડિયા15281.4477.65-3.79
4ભરૂચ15367.6458.19-9.45
5અંકલેશ્વર15471.3163.97-7.34
73.4266.61-6.81
સુરત

સુરતની વાત કરીએ તો અહીં જિલ્લાની 16 બેઠકો માટે મતદાન શાંતીપૂર્ણ પુરૂ થયું હતું. સુરતમાં ઓલપાડ, માંગરોળ, માંડવી,કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજૂરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી અને મહુવા બેઠકનો સમાવેશ થાય છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં અહીં 2022માં 4.52 ટકા મતદાન ઓછુ નોંધાયું છે. સુરત જિલ્લામાં 2017માં 66.79 તો 2022માં 62.27 ટકા મતદાન નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1ઓલપાડ15568.0155.69-12.32
2માંગરોળ15677.7774.09-3.68
3માંડવી15780.4576.02-4.43
4કામરેજ15864.8360.28-4.55
5સુરત પૂર્વ15967.2564.8-2.45
6સુરત ઉત્તર16064.0659.24-4.82
7વરાછા રોડ16163.0456.38-6.66
8કારંજ16255.9950.54-5.45
9લિંબાયત16365.6658.52-7.14
10ઉધના16460.8355.69-5.14
11મજુરા16562.2358.07-4.16
12કતારગામ16665.0364.08-0.95
13સુરત પશ્વિમ16767.7162.92-4.79
14ચોર્યાસી16861.3256.86-4.46
15બારડોલી16971.3266.07-5.25
16મહુવા17076.9273.73-3.19
66.7962.27-4.52
તાપી

તાપી ગુજરાત વિધાનસભાની 2 બેઠક પર આ વખતે 2022માં 79.42 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 02.51 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 76.91 ટકા મતદાન થયું હતું.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1વ્યારા17177.7375.51-2.22
2નિઝર17280.878.02-2.78
79.4276.91-2.51
ડાંગ

ડાંગ જિલ્લાની વાત કરીએ તો, અહીં 1 જ બેઠક છે તે છે ડાંગ, ડાંગ જિલ્લામાં પણ મતદારોએ મતદાનમાં ઓછો રસ દેખાડ્યો છે. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 06.48 ટકા જેટલું મતદાન ઓછુ નોંધાયું છે. 2017માં ડાંગ જિલ્લામાં 73.81 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022ની ચૂંટણીમાં 67.33 ટકા મતદાન નોંધાયું છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1ડાંગ17373.8167.33-6.48
નવસારી

તાપી ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર આ વખતે 2022માં 71.06 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 02.92 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 73.98 ટકા મતદાન થયું હતું.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1જલાલપોર17472.0567-5.05
2નવસારી17571.2965.79-5.5
3ગણદેવી17674.0971.49-2.6
4વાંસદા17777.6278.230.61
73.9871.06-2.92
વલસાડ

વલસાડ જિલ્લાની વાત કરીએ તો, 2017માં અહીં 72.97 ટકા મતદાન નોંધાયું છે. તો 2022માં જિલ્લામાં 69.05 ટકા મતદાન નોંધાયું છે. એટલે કે, 2017 કરતા 2022માં અહીં 3.92 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ બેઠકનો સમાવેશ થાય છે.

ક્રમબેઠકનું નામબેઠક ક્રમાંક20172022તફાવત
1ધરમપુર17878.3978.32-0.07
2વલસાડ17968.9766.13-2.84
3પારડી18069.3763.6-5.77
4કપરાડા18184.2377.8-6.43
5ઉમરગામ18264.5260.43-4.09
72.9769.05-3.92

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠક માટે મતદાન થઈ ગયું છે અને હવે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાતની તમામ 182 બેઠકોની મતગણતરી શરૂ થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની સાથે હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જ છે.

Web Title: Gujarat assembly election 2022 how voting done in district low turnout compared

Best of Express