ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથની એન્ટ્રી, કહ્યું- આ લડાઇ વિકાસ અને વિનાશની

ગુજરાત વિધાનસભા ચૂંટણી : યોગી આદિત્યનાથે કહ્યું - ભાજપા જનતાને કરેલા વાયદા નિભાવે છે. આસ્થાનું સન્માન કરવાનું જાણે છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ બનીને તૈયાર થઇ ગયું છે

Written by Ashish Goyal
November 18, 2022 19:03 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથની એન્ટ્રી, કહ્યું- આ લડાઇ વિકાસ અને વિનાશની
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતમાં ત્રણ રેલીને સંબોધિત કરી (તસવીર - ઇન્ડિયન એક્સપ્રેસ)

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજનીતિક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજેપીના બધા જ મોટા નેતા ગુજરાતમાં રેલી કરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath)એન્ટ્રી થઇ ગઇ છે. તેમણે ગુજરાતમાં ત્રણ રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે આ લડાઇ વિકાસ અને વિનાશની છે.

યોગી આદિત્યનાથે શું કહ્યું

યોગી આદિત્યનાથે ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે ભાજપા જનતાને કરેલા વાયદા નિભાવે છે. આસ્થાનું સન્માન કરવાનું જાણે છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ બનીને તૈયાર થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરથી 370 ખતમ થઇ ગઇ છે. મોદી હૈ તો મુમકિન હૈ. જે સંકલ્પ લીધો તે કર્યું છે. યોગીએ કહ્યું કે આ લડાઇ વાસ્તવમાં રાષ્ટ્રવાદ વર્સિસ રાષ્ટ્ર વિરોધની છે. વિકાસ વર્સિસ વિનાશની છે.

આ પણ વાંચો – પૈસા, પાવર, વોટ… બધામાં પાટીદાર મજબૂત

મોરબીની ઘટનાનો કર્યો ઉલ્લેખ

મોરબીમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા યોગી આદિત્યનાથે મોરબીમાં પૂલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોરબીની જનતા સાથે ભાજપા ઉભી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઈએ.

લોકોના રિએક્શન

યોગી આદિત્યનાથના નિવેદન પર સોશિયલ મીડિયા યૂઝર્સ ઘણા સવાલ કરી રહ્યા છે. રાઘવેન્દ્ર ત્રિપાઠી નામના યુઝરે કોમેન્ટ કરી કે અહીં લોકો મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. તેના પર ધ્યાન આપવાના બદલે ગુજરાતના લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. સૂરજ સિંહ નામના યુઝરે લખ્યું કે રાષ્ટ્ર અને હિન્દુ, આ વિશે વાત કરીને તમે લોકો ચૂંટણી જીતી શકો છો. ઉત્તર પ્રદેશની હાલત બધાને ખબર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ