ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections)પડઘમ વાગી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો મુકાબલો થવાનો છે. ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટી પણ ઘણી સક્રિય થઇ ગઇ છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. આ દરમિયાન જનતા કોની સામે રહેશે તે તો આવનારો સમય જ બતાવશે તે પહેલા એબીપી-સી વોટરનો ઓપિનિયન પોલ (Gujarat Opinion Poll 2022) સામે આવ્યો છે. જેમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળશે તે બતાવવામાં આવ્યું છે.
ગુજરાતના ઓપિનિયન પોલમાં સવાલ કરવામાં આવ્યો કે કોને કેટલી સીટો મળશે? વિધાનસભાની 182 સીટોને ચાર ઝોનમાં વહેંચીને ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે.
બીજેપીને 135-143 સીટો મળવાનો અંદાજ
એબીપી-સી વોટરના ઓપિનિયન પોલ પ્રમાણે બીજેપી પોતાના દમ પર રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મેળવશે. ભારતીય જનતા પાર્ટીને 135-143, કોંગ્રેસને 36-44, આમ આદમી પાર્ટીને 0-2 અને અન્યને 0-3થી સીટો મળવાનો અંદાજ છે.
ઉત્તર ગુજરાતમાં કોને કેટલી સીટો મળશે
ઉત્તર ગુજરાતમાં કુલ 32 વિધાનસભા સીટો છે. જેમાંથી બીજેપીને 20 થી 24, કોંગ્રેસને 8 થી 18, આમ આદમી પાર્ટીને 0 થી 1 અને અન્યને 0 થી1 સીટ મળશે.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં કુલ 54 વિધાનસભા સીટો છે. જેમાંથી બીજેપીને 38-42, કોંગ્રેસને 11-15, આમ આદમી પાર્ટીને 0 થી 1 અને અન્યને 0 થી 2 સીટ મળશે.
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા સીટો છે. જેમાંથી બીજેપીને 27 થી 31, કોંગ્રેસને 3 થી 7, આમ આદમી પાર્ટીને 0 થી 2 અને અન્યને 0 થી1 સીટ મળશે.
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતમાં કુલ 61 વિધાનસભા સીટો છે. જેમાંથી બીજેપીને 46-50, કોંગ્રેસને 10-14, આમ આદમી પાર્ટીને 0 થી 1 અને અન્યને 0 થી 2 સીટ મળશે.
કોંગ્રેસને 30થી વધારે સીટોનું નુકસાનનો અંદાજ
એબીપી-સી વોટરના ઓપિનિયન પોલના આંકડા ગુજરાતમાં બીજેપીને ફરી વાપસી બતાવી રહ્યા છે. બીજેપીએ 2017માં 99 સીટો જીતી હતી. આ વખતે ઘણો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે 2017માં 77 સીટો જીતી હતી. ઓપિનિયન પોલમાં કોંગ્રેસને આ વખતે 30થી વધારે સીટોનું નુકસાનનો અંદાજ છે.