Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા ચેતન રાવલે (Chetan Raval)રાજીનામું આપ્યું છે અને તે સોમવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માટે તૈયાર છે. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. ચેતન રાવલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે.
ચેતન રાવલે ઇન્ડિયન એક્સપ્રેસને પૃષ્ટી કરી છે કે તે સોમવારે ઔપચારિક રુપથી આમ આદમી પાર્ટીમાં સામેલ થશે અને તેમણે રવિવારે રાજકોટમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
શનિવારે તેમણે પોતાનું રાજીનામું ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તે અપ્રાસંગિક કારણોથી પાર્ટી છોડી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસના પૂર્વ મહાસચિવ રહેલા ચેતન રાવલે કહ્યું કે એક બાબત જેણે તેમને સૌથી વધારે પરેશાન કરી તે હતી નિર્વાચિત વિંગ પાર્ટી સંગઠન પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોઇપણ નિર્વાચિત નેતાએ એ યાદ રાખવું પડશે કે ફક્ત જનાદેશના કારણે જીત્યા હતા.
ચેતન રાવલ છ મહિના પહેલા કોંગ્રેસ પાર્ટીના અમદાવાદના શહેર પ્રમુખ (ઇન્ચાર્જ) હતા. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે શહેરના અધ્યક્ષના રુપમાં તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકામાં પાર્ટીની સીટ 2015ની ચૂંટણીમાં 38થી વધીને 49 થઇ હતી.
કોંગ્રેસ સૂત્રોએ કહ્યું કે રાવલ છેલ્લા છ થી આઠ મહિનાથી નિષ્ક્રીય થઇ ગયા હતા. તે ત્રણ વખત કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને અસફળ રહ્યા હતા.