ગુજરાત વિધાનસભા ચૂંટણી: મનીષ સિસોદીયાની ભગતસિંહ સાથે સરખામણીથી AAPને નુકસાન થશે?

Gujarat Assembly Elections : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે આપ (AAP) નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા મનીષ સિસોદીયા (manish sisodia) ની ભગતસિંહ (Bhagat Singh) સાથેની સરખામણી મામલે એબીપી સી-વોટર સર્વે (ABP C-Voter Opinion Poll 2022) માં જનતાનો શું મત છે તે જોઈએ.

Written by Kiran Mehta
Updated : October 27, 2022 10:28 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: મનીષ સિસોદીયાની ભગતસિંહ સાથે સરખામણીથી AAPને નુકસાન થશે?
મનીષ સિસોદીયા

Gujarat, Himachal Pradesh ABP C-Voter Opinion Poll 2022 : ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોની નીવેદનબાજી ચાલુ છે. આના પર અનેક આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે લોકોમાં ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. ટીવી ચેનલો પરની ચર્ચાઓમાં રાજકીય પક્ષોના પ્રવક્તા પણ સતત એકબીજાના નિવેદનો પર આક્ષેપો કરી રહ્યા છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ‘આજના ભગત સિંહ’ છે. તેના પર તોફાન મચી ગયું. સિસોદિયાએ પોતે પણ કહ્યું હતું કે, તેઓ પોતાને ભગતસિંહની ધૂળ સમાન પણ પોતાને નથી માનતા.

એબીપી-સી વોટરના સર્વેમાં, જ્યારે ગુજરાતની સામાન્ય જનતાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે 37 ટકા લોકોએ કહ્યું કે, સિસોદિયાને ‘આજના ભગતસિંહ’ કહેવાનું સાચું છે, જ્યારે 63 ટકા લોકોનું માનવું હતું કે, આ ખોટું છે. એટલે કે 37 ટકા લોકો માને છે કે, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આવું કહીને સાચું કર્યું છે, જ્યારે 63 ટકા લોકોએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આ નિવેદન કરીને ભૂલ કરી છે. જનતા માને છે કે ભગતસિંહ એક મહાન માણસ છે અને સિસોદિયાને ભગતસિંહ કહેવું એ ભગતસિંહનું અપમાન હશે.

રાજકીય વિશ્લેષકે કહ્યું- આ એક રાજકીય નિવેદન છે

એબીપી ન્યૂઝ ચેનલ પર આ મુદ્દા પર ચર્ચા દરમિયાન જ્યારે એન્કર શિરીને આ સવાલ કર્યો ત્યારે રાજકીય વિશ્લેષક પીયૂષ જોશીએ કહ્યું, “મનિષ સિસોદિયાની ભગત સિંહ સાથે સરખામણી કરવી એ માત્ર રાજકીય નિવેદન છે. આમ આદમી પાર્ટી આ નિવેદન સાથે માત્ર એટલું જ કહેવા માંગે છે કે મનીષ સિસોદિયા દિલ્હીમાં જે એજ્યુકેશન મોડલ લાવ્યા છે તે ખૂબ જ સારું કામ છે અને તે મોડલમાંથી સારા બાળકો ઉભરશે. એટલે કે મનીષ સિસોદિયાએ ભગતસિંહની જેમ ક્રાંતિકારી કામ કર્યું છે.

બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ આ મુદ્દે કહ્યું કે, “મનિષ સિસોદિયા એજ્યુકેશન મોડલ લાવ્યા બાદ દારૂનું મોડલ લાવ્યા. કેજરીવાલના નિવેદનથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. પીએમ મોદીનો શરૂઆતથી જ અભિપ્રાય રહ્યો છે કે, ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ. સીબીઆઈ દ્વારા જે પ્રકારના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે અને સ્ટિંગ ઓપરેશનથી એ સાબિત થયું છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે શાળાને બદલે ભોજનશાળા ખોલીને ભયાનક ભ્રષ્ટાચાર કર્યો છે.”

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી સર્વે: CBI દ્વારા મનીષ સિસોદિયાની પૂછપરછથી કઈ પાર્ટીને ફાયદો થશે?

કહ્યું- ભગતસિંહ જેવા ક્રાંતિવીર સાથે સરખામણી કરવી બિલકુલ ખોટું છે

તેમણે કહ્યું, “તેમણે મધુશાલામાં છ ટકા કમિશન લઈને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આવી સ્થિતિમાં ભગતસિંહ જેવા મહાન વ્યક્તિ સાથે તેમની સરખામણી કરવી કેટલું યોગ્ય રહેશે. ભગતસિંહ જેવા ક્રાંતિકારી અને દેશભક્ત મહાપુરુષને ભ્રષ્ટાચારના વિચારો સાથે જોડવા એ બિલકુલ ખોટું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ