Gujarat Accident : ગુજરાતમાં શનિવારનો દિવસ 9 લોકો માટે કાળ બનીને આવ્યો. જામનગર જિલ્લામાં એક રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા 3ના મોત થયા છે. તો સુરતના બારડોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
બારડોલી અકસ્માતમાં 6ના મોત
સૌ પ્રથમ બારડોલી અકસ્માતની વાત કરીએ તો, સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. મેઈન રસ્તા પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો હાથ પર લઈ લીધો હતો. અકસ્માતનો ભોગ બનનારને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લગ્નમાં જઈ આવતા સમયે થયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતસર્જાયો જેમાં કારમાં સવાર 6 સભ્યોના મોત થયા છે. જેમાં 3 મહિલા, 1 પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ અનુસાર, અકસ્માતનો બોગ બનનાર પરિવાર સુરત જિલ્લાના માંડવીનો હોવાનું સામે આવ્યું છે, અકસ્માત ત્યારે બન્યો જ્યારે પરિવાર કોઈ તરસાડી લગ્ન પ્રસંગમાં હાજરી આપી આવી રહ્યો હતો. પુલ પરથી નીચે કાબકતા 3 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જામનગર : છોકડો પુલ પરથી નીચે ખાબકતા 3 મહિલાઓના મોત
જામનગરના ખંભાળીયાથી પણ એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ધ્રાફા ગામેથી જામ રોજીવાળા છકડામાં બેસી મુસાફરો જઈ રહ્યા હતા, ત્યારે છકડો પુલ પરથી નીચે ખાબક્યો હતો, જેમાં સવાર મુસાફરોમાં 3ના મોત અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

છકડો રેલીંગ તોડી 45 ફૂટ નીચે ખાબક્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજાવાળા ગામે છકડો જઈ રહ્યો હતો, ત્યારે પુલ પરથી પસાર થતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પુલની રેલીંગ તોડી છકડો 45 ફૂટ નીચે ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં 3ના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળીયા સારવાર માટે ખસેડાયા
અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં 8 ઈજાગ્રસ્તોને ખંભાળીયા અને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યા છે. સ્થાનિકો અનુસાર, પુલ કેટલાએ સમયથી જર્જરીત હાલતમાં છે, મોટા વાહન પસાર થાય તો પુલ ધ્રુજે છે, રસ્તો પણ ખરાબ થઈ ગયો છે, જેને પગલે અકસ્માત સર્જાવાનું જોખમ હંમેશા રહે છે. પોલીસ અનુસાર, મતકોમાં ગીતાબેન ભરતભાઈ નનેરા, હુશેનભાઈ શાહમામદભાઈ, મુક્તાબેન ધનજી ભાઈ નનેરાનો સમાવેશ થાય છે.





