ભાજપે 4 જિલ્લા પ્રમુખની નિમણૂક કરી, મહેસાણામાં ગીરીશ રાજગોર અને ભાવનગર જિલ્લામાં પૂર્વ મંત્રી રાઘવ મકવાણાની વરણી

Gujarat BJP : આ સિવાય બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મયંક નાયક અને અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે ગૌતમ ગેડીયાની નિમણૂક કરી

Gujarat BJP : આ સિવાય બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મયંક નાયક અને અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે ગૌતમ ગેડીયાની નિમણૂક કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચાર જિલ્લામાં નવા પ્રમુખની નિમણૂક કરી (પ્રતિકાત્મક તસવીર)

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચાર જિલ્લામાં નવા પ્રમુખની નિમણૂક કરી છે. જેમાં મહેસાણામાં ગીરીશ રાજગોર, ભાવનગરમાં શહેરમાં અભયસિંહ ચૌહાણ, ભાવનગર જિલ્લામાં પૂર્વ મંત્રી રાઘવભાઇ મકવાણા અને બોટાદમાં મયુર પટેલની વરણી કરી છે. આ સિવાય બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મયંક નાયક અને અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે ગૌતમ ગેડીયાની નિમણૂક કરી છે.

Advertisment

બીજેપીએ એક નિવેદનમાં જણાવ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા બક્ષીપંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખોએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાથી તેમના સ્થાને મયંક નાયક અને અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે ગૌતમ ગેડીયાની નિમણૂક કરી છે.

1 માર્ચે સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હતા

એક દિવસ પહેલા બીજેપીએ એક પ્રેસ નોટમાં કહ્યું હતું કે મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના ભાજપના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકુળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હતા. આથી મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment

આ પણ વાંચો - ગુજરાત વિધાનસભામાં પહેલીવાર હાર્દિક પટેલે કર્યો સવાલ, પોતાની જ સરકારને ઘેરી, સ્પીકરે પણ કર્યા વખાણ

ભાવનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે રાજીવ પંડ્યા, જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ લંગાળીયા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જશુભાઈ પટેલ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ વનાળિયા હતા.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત ભાજપ