ગુજરાત ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી

Gujarat BJP : ભાજપે ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના પ્રમુખની જાહેરાત કરી છે. ભાજપે 26 જિલ્લા પ્રમુખ અને 6 શહેર પ્રમુખની જાહેરાત કરી છે. જુઓ અહીં સંપૂર્ણ યાદી

Written by Ashish Goyal
March 06, 2025 16:44 IST
ગુજરાત ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના પ્રમુખની જાહેરાત કરી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat BJP : ભાજપે ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના પ્રમુખની જાહેરાત કરી છે. ભાજપે 26 જિલ્લા પ્રમુખ અને 6 શહેર પ્રમુખની જાહેરાત કરી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા, અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.

ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી તેમાં વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર શહેર, અમદાવાદ શહેર, પોરબંદર શહેર અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.

શહેર ભાજપ પ્રમુખોની યાદી

  • સુરત – પરેશકુમાર પટેલ
  • રાજકોટ -ડો.માધવ કે. દવે
  • જામનગર – બીનાબેન કોઠારી
  • વડોદરા – ડો. જ્યપ્રકાશ સોની
  • જુનાગઢ – ગૌરવભાઈ રૂપારેલીયા
  • ભાવનગર – કુમારભાઈ શાહ

આ પણ વાંચો – ગુજરાતમાં કઈ નગરપાલિકામાં કોણ બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ, ભાજપે જાહેર કરી યાદી

જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી

  • ગાંધીનગર – અનિલ પટેલ
  • મહેસાણા – ગીરીશ રાજગોર
  • બનાસકાંઠા – કિર્તીસિંહ વાઘેલા
  • પાટણ – રમેશ સિંધવ
  • અમદાવાદ – શૈલેશ દાવડા
  • નવસારી ભુરાલાલ શાહ
  • સુરત – ભરત રાઠોડ
  • મહિસાગર – દશરથ બારિયા
  • જુનાગઢ – ચંદુભાઈ મકવાણા
  • અમરેલી – અતુલભાઈ કાનાણી
  • ડાંગ – કિશોરભાઈ ગાવિત
  • તાપી – સુરજ વસાવા
  • વલસાડ – હેમંત કંસારા
  • ભરૂચ -પ્રકાશ મોદી
  • નર્મદા – નીલ રાવ
  • છોટા ઉદયપુર – ઉમેશ રાઠવા
  • આણંદ – સંજય પટેલ
  • દાહોદ – સ્નેહલ ધારિયા
  • કચ્છ – દેવજી વરચંદ
  • સાબરકાંઠા – કનુભાઈ પટેલ
  • અરવલ્લી – ભીખાજી ઠાકોર
  • દેવભૂમિ દ્વારકા – મયુર ગઢવી
  • રાજકોટ – અલ્પેશ ઢોલરીયા
  • મોરબી – જયંતી રાજકોટિયા
  • ગીર સોમનાથ – સંજય પરમાર
  • ભાવનગર – દિગ્વિજયસિંહ ગોહિલ
  • બોટાદ – મયુર પટેલ
  • સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ
  • જામનગર – વિનોદ ભંડેરી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ