Gujarat Board Class 12 General Stream, Class 12 Science Stream Result 2024 District Wise : ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવામાં આવનાર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 502 કેન્દ્રો પર તા. 11/03/2024 થી 26/03/2024 દરિમયાન, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 147 કેન્દ્રો પર તા. 11-03-2024 થી તા. 22-03-2024 દરમિયાન યોજવામાં આવી હતી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024
ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં કુલ 3,78,268 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3,47,738 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આ સાથે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા નોંધાયું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 1,30,650 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 91,625 વિદ્યાર્થી ઉત્તિર્ણ થયા છે. આ સાથે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા નોંધાયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – જિલ્લા પ્રમાણે
જિલ્લા | પરીક્ષા આપનાર વિદ્યાર્થી | ટકા |
અમદાવાદ શહેર | 23889 | 87.60 |
અમદાવાદ ગ્રામ્ય | 19424 | 89.39 |
અમરેલી | 8146 | 89.80 |
કચ્છ (ભુજ) | 10362 | 94.23 |
ખેડા | 11414 | 87.43 |
જામનગર | 7678 | 91.39 |
જુનાગઢ | 10490 | 84.81 |
ડાંગ | 1799 | 95.11 |
પંચમહાલ | 10644 | 89.35 |
બનાસકાંઠા | 21308 | 94.61 |
ભરૂચ | 7411 | 92.11 |
ભાવનગર | 15829 | 95.54 |
મહેસાણા | 11993 | 95.39 |
રાજકોટ | 22566 | 93.29 |
વડોદરા | 14658 | 85.23 |
વલસાડ | 9135 | 90.63 |
સાબરકાંઠા | 9631 | 92.89 |
સુરત | 42258 | 93.38 |
સુરેન્દ્રનગર | 8923 | 95.70 |
દમણ | 2137 | 89.85 |
આણંદ | 11587 | 89.25 |
પાટણ | 7262 | 96.38 |
નવસારી | 7614 | 94.34 |
દાહોદ | 15678 | 89.85 |
પોરબંદર | 3159 | 90.88 |
નર્મદા | 3390 | 91.27 |
ગાંધીનગર | 11162 | 94.10 |
તાપી | 4075 | 94.01 |
અરવલ્લી | 8631 | 94.08 |
બોટાદ | 4477 | 96.40 |
છોટા ઉદેપુર | 5370 | 91.84 |
દેવભૂમિ દ્વરકા | 3518 | 95.03 |
ગીર સોમનાથ | 8540 | 92.41 |
મહિસાગર | 7543 | 96.26 |
મોરબી | 6185 | 94.91 |
દીવ | 382 | 97.91 |
કુલ | 378268 | 91.93 |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ – સૌથી ઓછુ અને સૌથી વધુ પરિણામ
ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 માં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, બોટાદ જિલ્લો 96.40 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે, જ્યારે જુનાગઢ જિલ્લો 84.81 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો છે.આ સિવાય જો કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ખાવડા 51.11 ટકા નોંધાયું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 – જિલ્લા પ્રમાણે
જિલ્લા | પરીક્ષા આપનાર વિદ્યાર્થી | ટકા |
અમદાવાદ શહેર | 8012 | 81.05 |
અમદાવાદ ગ્રામ્ય | 5665 | 85.05 |
અમરેલી | 1657 | 78.88 |
કચ્છ (ભુજ) | 1307 | 84.32 |
ખેડા | 2272 | 77.68 |
જામનગર | 1864 | 90.34 |
જુનાગઢ | 2990 | 85.22 |
ડાંગ | 326 | 91.10 |
પંચમહાલ | 1722 | 69.92 |
બનાસકાંઠા | 5289 | 88.83 |
ભરૂચ | 3044 | 80.09 |
ભાવનગર | 5848 | 89.72 |
મહેસાણા | 3805 | 85.26 |
રાજકોટ | 7998 | 92.06 |
વડોદરા | 6399 | 82.50 |
વલસાડ | 4126 | 72.10 |
સાબરકાંઠા | 2817 | 76.11 |
સુરત | 15866 | 85.56 |
સુરેન્દ્રનગર | 1285 | 88.25 |
દમણ | 920 | 75.22 |
આણંદ | 4073 | 76.43 |
પાટણ | 1760 | 83.41 |
નવસારી | 4676 | 85.76 |
દાહોદ | 1508 | 51.59 |
પોરબંદર | 420 | 79.52 |
નર્મદા | 876 | 69.63 |
ગાંધીનગર | 4620 | 81.60 |
તાપી | 1089 | 68.41 |
અરવલ્લી | 1818 | 71.45 |
બોટાદ | 830 | 89.04 |
છોટા ઉદેપુર | 1067 | 51.36 |
દેવભૂમિ દ્વરકા | 347 | 86.46 |
ગીર સોમનાથ | 1392 | 80.46 |
મહિસાગર | 1531 | 66.82 |
મોરબી | 1833 | 92.80 |
દીવ | 80 | 73.75 |
કુલ | 111132 | 82.45 |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ – સૌથી ઓછુ અને સૌથી વધુ પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 માં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, મોરબી જિલ્લો 92.80 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે, જ્યારે છોટા ઉદેપુર જિલ્લો 51.36 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો છે. આ સિવાય જો કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બોડેલી 47.98 ટકા નોંધાયું છે.