Gujarat Budget 2024 | ગુજરાત બજેટ 2024 ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા થશે સસ્તા, બજેટમાં સબસિડીની જાહેરાત

Gujarat Budget 2024 Electric Vehicle Subsidy : ગુજરાત બજેટ 2024માં કનુ દેસાઇ એ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે મોટી સબસિડીની ઘોષણા કરી છે. તેમજ એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા અને સુધારવા માટે પણ મોટી રકમ ખર્ચવામાં આવશે.

Written by Ajay Saroya
Updated : February 02, 2024 16:14 IST
Gujarat Budget 2024 | ગુજરાત બજેટ 2024 ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા થશે સસ્તા, બજેટમાં સબસિડીની જાહેરાત
Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024માં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે સબસિડીની ઘોષણા કરવામાં આવી છે.

Gujarat Budget 2024 Electric Vehicle Subsidy: ગુજરાત બજેટ 2024 રજૂ કરતાં નાણા મંત્રી કનુ દેસાઇએ ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી અંગે મોટી જાહેરાત કરી છે. નાણાંકીય વર્ષ 2024-25માં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે 218 કરોડની સબસિડી આપવાની ઘોષણા કરવામાં આવી છે. આનાથી બેટરી સંચાલિત વાહન ખરીદવા લોકોને પ્રોત્સાહન મળશે.

ઉપરાંત નાણા મંત્રી કનુભાઇએ બજેટ 2024માં અલંગ બંદરમાં રિસાયક્લિંગ ક્ષમતા વધારીને બમણી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. વાંચો ગુજરાત બજેટમાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટેની મુખ્ય ઘોષણાઓ

Gujarat Budget 2024 | Gujarat Budget 2024 News | Kanu Desua MLA Gujarat | Gujarat FM Kanu Desia | Gujarat Budget 2024 Live Update | Gujarat Budget News
Gujarat Budget 2024 : ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇ. (Photo – Kanu Desia Facebook)

ગુજરાત બજેટ 2024 : બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઇ

નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વિકસાવવામાં આવી રહ્યું છે.

રાજયના વિશાળ દરિયાકિનારે કેમિકલ પોર્ટસ, કન્ટેનર પોર્ટસ તેમજ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સને કારણે ગુજરાતનું દરિયાઇ વ્યાપાર ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. રાજયમાં આવેલ પાંચ એલ.એન.જી. ટર્મિનલ સાથે વિશ્વના પ્રથમ સી.એન.જી. પોર્ટ્સની સ્થાપના કરી નેચરલ ગેસ આયાતમાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અલંગમાં રિસાયક્લિંગ ક્ષમતા હાલના 4.5 મિલિયન એલ.ડી.ટી. (લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ)થી બમણી કરીને 9 મિલિયન એલ.ડી.ટી.થી કરવામાં આવશે.

નવી બસો ખરીદવા માટે 768 કરોડ ની જોગવાઇ. ઇ-વ્હિકલને સબસીડી આપવા માટે 218 કરોડની જોગવાઇ.

બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે `૯ કરોડની જોગવાઇ.

બસ સ્ટેશનના આધુનિકીકરણ તથા સ્વચ્છતાના હેતુસર 118 કરોડની જોગવાઈ.

પ્રદૂષણ ઘટાડવા અને નવિનીકરણ ઊર્જાના સ્ત્રોત વધારવા વાહનવ્યવહાર નિગમ દ્વારા તબક્કાવાર ૧૦૦ મેગા વોટના સોલાર પાર્કની સ્થાપના કરવાનું આયોજન.

ગુજરાત બજેટ 2024 : એરપોર્ટ / એર સ્ટ્રીપ બનાવવા 225 કરોડની જોગવાઇ

ઉડ્ડયન ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તેમજ એર કનેવક્ટવિટી વધારવા હેતુ એરપોર્ટ / એર સ્ટ્રીપ બનાવવા માટે 225 કરોડની જોગવાઇનાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹ 45 કરોડની જોગવાઈ.

આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના શું છે, કેટલો ખર્ચ અને કોને લાભ મળશે? વાંચો

ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹ 40 કરોડની જોગવાઈ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ