ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : ખેડૂતોને વીમા રક્ષણ, કૃષિ અને સહકાર વિભાગને શું મળ્યું?

Gujarat Budget 2024 hightlights, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : કુન દેસાઈએ ગુજરાત બજેટ 2024માં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹ 22,194 કરોડની જોગવાઈ જાહેરાત કરી છે.

Written by Ankit Patel
February 02, 2024 13:38 IST
ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : ખેડૂતોને વીમા રક્ષણ, કૃષિ અને સહકાર વિભાગને શું મળ્યું?
ગુજરાત બજેટ 2024, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહાકર વિભાગને શું મળ્યું

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ: ગુજરાત સરકાર નાણામંત્રી કનુ દેસાઈએ સૌથી મોટું ગુજરાત બજેટ 2024 રજૂ કરી દીધું છે. જેમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, પોલીસ, પશુપાલકો, પ્રવાસન સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે. કનુ દેસાઈએ ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. કુન દેસાઈએ ગુજરાત બજેટ 2024માં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹ 22,194 કરોડની જોગવાઈ જાહેરાત કરી છે.

અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. આ માટે અમારી સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા યોજનાઓ અમલી બનાવેલ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઇ.’ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસીંગ અને એગ્રો માર્કેટીંગમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું ગુજરાત સરકારનું ધ્યેય છે.

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ: પાક કૃષિ વ્યવસ્થા

  • ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૭૦૧ કરોડની જોગવાઇ.
  • વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે ₹૩૫૦ કરોડની જોગવાઈ.
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ₹૨૧૮ કરોડની જોગવાઇ.
  • એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૭૭ કરોડની જોગવાઈ.
  • ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ ₹૮૧ કરોડની જોગવાઇ.
  • વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) માં વધારો કરવા માટે ₹૮૦ કરોડની જોગવાઈ.
  • કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે ₹૫૬ કરોડની જોગવાઈ.
  • ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે ₹૩૫ કરોડની જોગવાઈ.

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : પ્રાકૃતિક કૃષિ

  • ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ ₹૧૬૮ કરોડની જોગવાઇ.
  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા ₹૧૯૯ કરોડની જોગવાઇ.

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : બાગાયત

  • ગુજરાત બજેટ 2024માં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે ₹૨૯૪ કરોડની જોગવાઈ.
  • નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા ₹૧૬૦ કરોડની જોગવાઈ.
  • બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા ₹૬૫ કરોડની જોગવાઈ.
  • મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે ₹૧૮ કરોડની જોગવાઇ.
  • બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ₹૧૫ કરોડની જોગવાઈ.
  • બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે ₹૧૫ કરોડની જોગવાઈ.
  • આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ ₹૬ કરોડની જોગવાઇ.

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : કૃષિ યુનિવર્સિટીઓ

  • રાજ્ય કૃષિ‍ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ‍ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે ₹૯૩૦ કરોડની જોગવાઇ.
  • પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટી માટે ₹૩૨૪ કરોડની જોગવાઈ.

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : પશુપાલન

  • “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત ₹425 કરોડની જોગવાઈ.
  • ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે ₹૧૧૦ કરોડની જોગવાઈ.
  • ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા ₹ 62 કરોડની જોગવાઈ.
  • ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા ₹ 54 કરોડની જોગવાઈ.
  • સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા “મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના” માટે ₹ 43 કરોડની જોગવાઈ.

Gujarat Budget 2024, Gujarat Budget Live Updates, Budget 2024, ગુજરાત બજેટ 2024
ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ

  • પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે ₹૨૩ કરોડની જોગવાઈ.
  • પાડી-વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે ₹ 11 કરોડની જોગવાઈ.
  • કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા ₹ 10 કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃ- ગુજરાત બજેટ 2024 : નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના શું છે, કેટલો ખર્ચ અને કોને લાભ મળશે? વાંચો

Gujarat Budget 2024,ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : મત્સ્યોધોગ

  • મત્સ્યબંદરો માઢવાડ, નવાબંદર, વેરાવળ- 2, માંગરોળ- 3 અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્‍દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે ₹ 627 કરોડની જોગવાઈ.
  • સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે ₹ 463 કરોડની જોગવાઈ.
  • દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે ₹ 134 કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃ- Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 : નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, શિક્ષણ વિભાગને શું મળ્યું?

Gujarat Budget 2024, ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : સહકાર

  • ખેડૂતોને બેન્‍કો મારફત ₹ 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે.સી.સી. મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે ₹ 1140 કરોડની જોગવાઈ.
  • પશુપાલકો અને માછીમારોને ₹ 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4 % વ્યાજ રાહત આપવા ₹ 75 કરોડની જોગવાઇ.
  • ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે ₹ 46 કરોડની જોગવાઈ.
  • બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ ₹ 23 કરોડની જોગવાઈ.
  • બજાર સમિતિઓમાં પ્રોસેસીંગ યુનિટસ સ્થાપવા માટે સહાય આપવા ₹ 12 કરોડની જોગવાઇ.
  • સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત ₹ 8 કરોડની જોગવાઇ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ