Gujarat Budget 2024: અયોધ્યામાં બનશે ગુજરાત યાત્રી નિવાસ; અંબાજી, પાવાગઢ અને બહુચરાજી મંદિર માટે બજેટમાં શું ઘોષણા થઇ

Gujarat Tourism Sector Budget 2024: ગુજરાત બજેટ 2024માં પ્રવાસન, યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વિકાસ માટે 2098 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જાણો અંબાજી, પાવાગઢ અને બહુચરાજી માટે બજેટમાં શું ઘોષણા થઇ છે

Written by Ajay Saroya
Updated : February 02, 2024 17:02 IST
Gujarat Budget 2024: અયોધ્યામાં બનશે ગુજરાત યાત્રી નિવાસ; અંબાજી, પાવાગઢ અને બહુચરાજી મંદિર માટે બજેટમાં શું ઘોષણા થઇ
Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રીએ અયોધ્યા ખાતે ગુજરાત યાત્રી નિવાસનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે. (Photo - @ShriRamTeerth)

Gujarat Budget 2024 News: ગુજરાત બજેટ 2024માં નાણા મંત્રી કનુ દેસાઇએ રાજ્યના પ્રવાસન, યાત્રાધામના વિકાસ માટે ઘોષણાઓ કરી છે. તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટ તેમજ અંબાજી, પાવાગઢ અને બહુચરાજી જેવા પ્રસિદ્ધ મંદિરો માટે બજેટ જોગવાઇ કરવામાં આવી છે.

વર્ષ 2024-25 માટે બજેટમાં પ્રવાસન, યાત્રાધામના વિકાસ અને પ્રોત્સાહન માટે 2098 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ ઘોષણા અયોધ્યા ખાતે ગુજરાતી યાત્રી નિવાસનું 50 કરોડના ખર્ચ નિર્માણ કરવાની છે, જેની માટે આ વખતના બજેટમાં 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2024 | Gujarat Budget 2024 News | Kanu Desua MLA Gujarat | Gujarat FM Kanu Desia | Gujarat Budget 2024 Live Update | Gujarat Budget News
Gujarat Budget 2024 : ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇ. (Photo – Kanu Desia Facebook)

ગુજરાત બજેટ 2024 : પ્રવાસન, યાત્રાધામ માટે 2098 કરોડની જોગવાઇ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ 200 કરોડના કામ પ્રગતિ હેઠળ.

સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ.

નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે 145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઇ.

અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઇ.

ગુજરાત બજેટ 2024 : અયોધ્યામાં ગુજરાત યાત્રી નિવાસ માટે બજેટ ફાળવણી

અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઇ.

જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે 100 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ.

જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 80 કરોડની જોગવાઇ.

ભારત સરકારની પહેલ “ટ્રાવેલ ફોર લાઇફ” ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા 15 કરોડની જોગવાઇ.

જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની જોગવાઇ.

ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે `૪૮૦ કરોડનું આયોજન. તે પૈકી 100 કરોડની જોગવાઇ.

ayodhya tourist places
અયોધ્યા જોવા લાયક સ્થળો (તમામ ફોટા – https://uptourism.gov.in/)

ગુજરાત બજેટ 2024 : અંબાજી, પાવાગઢ અને બહુચરાજી મંદિર માટે બજેટ જોગવાઇ

ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ 121 રોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ 238 કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.

અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ 117 કરોડના ખર્ચે આયોજન.

શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.

વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે 79 કરોડની જોગવાઈ.

ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે 25 કરોડની જોગવાઇ.

ગુજરાતના બજેટમાં નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹ 45 કરોડની જોગવાઈ.

ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹ 40 કરોડની જોગવાઈ.

Ambaji Bhadarvi Poonam 2023
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં લાખો ભક્તોએ મા અંબાના દર્શન કર્યા.

આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકોને જામીનગીરી વગર લોન મળશે, જાણો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને બજેટમાં શું મળ્યું

ગુજરાત બજેટ 2024 : સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગરના વિકાસ માટે 150 કરોડની ફાળવણી

ગુજરાત બજેટ 2024માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ.

એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ.

સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે 25 કરોડની જોગવાઈ.

એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ