Gujarat Budget 2025 Highlights (ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ) : નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં ગુરુવારે ગુજરાત બજેટ 2025-26 રજૂ કર્યું હતું. ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
રમતગમત ક્ષેત્રે 521 કરોડ રૂપિયાની જોગવાઇ
- રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹ 125 કરોડની જોગવાઇ.
- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹ 33 કરોડની જોગવાઇ.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹ 182 કરોડની જોગવાઇ
પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી 12 રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા 4 નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે.
ગ્રંથાલયો માટે ₹ 138 કરોડની જોગવાઇ
- 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹ 16 કરોડની જોગવાઇ.
- ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં 7 જિલ્લા ગ્રંથાલયો અને 15 તાલુકા ગ્રંથાલયો માટે ₹ 14 કરોડની જોગવાઇ.
- 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન.
આ પણ વાંચો – નમો લક્ષ્મી યોજનાથી લઈને RTE સુધી, ગુજરાત બજેટમાં શિક્ષણ વિભાગમાં કોને શું મળ્યું?
- યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹ 208 કરોડની જોગવાઇ
- રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹ 17 કરોડની જોગવાઇ.
- દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઇ.
Read More





