Gujarat Budget: રાશનકાર્ડ ધારકોને વર્ષમાં આટલી વખત મફત ખાદ્યતેલ મળશે, સસ્તા અનાજ માટે બજેટમાં શું ઘોષણા થઇ

Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025-26માં નાણામંત્રી કનુભાઇ દેસાઇ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹ 2712 કરોડની જોગવાઇ કરી છે.

Written by Ajay Saroya
February 20, 2025 17:20 IST
Gujarat Budget: રાશનકાર્ડ ધારકોને વર્ષમાં આટલી વખત મફત ખાદ્યતેલ મળશે, સસ્તા અનાજ માટે બજેટમાં શું ઘોષણા થઇ
Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટમાં રાશનધારકોને સસ્તુ અનાજ અને મફત તેલ આપવા મોટી જાહેરાત થઇ છે. (Photo: Freepik)

Gujarat Budget 2025 Highlights (ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ): ગુજરાત બજેટ 2025-26માં નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ ગરીબ અને મધ્યમ વર્ગના રાશનકાર્ડ ધારકોને પોષણયુક્ત ભોજન મળી રહે તેની માટે બજેટમાં મોટી ઘોષણાઓ કરી છે. ગુજરાત બજેટ અંદાજપત્ર 2025-26માં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹ ૨૭૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બજેટમાં રાશનધારકોને વર્ષમાં 2 વખત ખાદ્યતેલ મફતમાં આપવા કરોડો રૂપિયા ફાળવ્યા છે. ઉપરાંત ખેડૂતો પાસેથી કઠોળની ખરીદી કરવા પર ટેકાના ભાવ પર બોનસ આપવા માટે ભંડોળ ફાળવ્યું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહેલ છે.

NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹૭૬૭ કરોડની જોગવાઇ.

નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹૬૭૫ કરોડની જોગવાઇ.

NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત)ના વિતરણ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.

નાબાર્ડ લોન યોજના હેઠળ ૫૧ ગોડાઉનના બાંધકામ માટે તથા ભારત સરકારની W.D.R.A.ની ગાઈડલાઈન્‍સ મુજબ નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉનો માટે કુલ ₹૭૦ કરોડની જોગવાઇ.

શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹૩૭ કરોડની જોગવાઇ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ