Gujarat Budget History: નાણામંત્રી કનુ દેસાઇ એ વર્ષ 2024-25 માટે ગુજરાત બજેટ 2024 આજે 02 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 કલાકે રજૂ કરાશે. નાણામંત્રી કનુ દેસાઇ 2024-25 અંદાજપત્ર રજૂ કર્યું છે. કનુ દેસાઇ એ ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલ 1 ફેબ્રુઆરીથી 23 દિવસનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. જેમાં કેટલાક મહત્વના બિલો પણ પસાર થઈ શકે છે. તો આજે ગુજરાત સરકાર તેનું બજેટ રજૂ કરી રહી છે, તો જાણીએ તેનો ઈતિહાસ
ગુજરાત બજેટ ઈતિહાસ
મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ સમયે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણામંત્રીનો હવાલો પણ સંભાળતા હતા. ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ કરવામાં આવ્યું હતું.
બજેટ સામાન્ય રીતે નાણાકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં રજૂ થતું હોય છે પરંતુ, ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. આ પાછળનું કારણ એ હતું કે ગુજરાત રાજ્ય 1 મે 1960 ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી બજેટ રજૂ કરવા માટે ઓગસ્ટ મહિનો પસંદ કરાયો હતો.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું
રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી.
આ પણ વાંચો – Gujarat Budget 2024 Live Updates: આજે રજૂ થશે ગુજરાત બજેટ 2024, નાણામંત્રી કનુ દેસાઈના પટારામાંથી શું નીકળશે
ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. તે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણામંત્રી છે. તેઓ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીના કાર્યકાળમાં 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું છે.