scorecardresearch

ગુજરાતના અનુભવી CMO અધિકારીએ આપ્યું રાજીનામું, પુત્રના કિરણ પટેલ સાથેના સંબંધો કબૂલ્યા

conman kiran patel case : જમ્મુ કાશ્મીરમાં કસ્ટડીમાં રહેલા કિરણ પટેલ સાથે ગુજરાતના સીએમઓ (Gujarat CMO) ઓફિસના અનુભવી અધિકારી (official)ના પુત્ર અમિત પંડ્યા (Amit Pandya) ના વેપારી સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ અધિકારી હિતેષ પંડ્યા (Hitesh Pandya) એ રાજીનામું આપ્યું છે. તો જોઈએ સીએમઓ અધિકારીએ તેમના પુત્ર અંગે શું ખુલાસો કર્યો.

Kiran Patel
ગુજરાત સીએમઓ ઓફિસના અધિકારીના પુત્ર સાથે કિરણ પટેલને વેપારી સંબંધો (Video screengrab/ @bansijpatel/ Twitter)

પરિમલ ડાભી : ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે તેમના પુત્ર, કે જે ભાજપ સાથે જોડાયેલો એક વેપારી છે, જેના જમ્મુ અને કાશ્મીરના કસ્ટડીમાં રહેલા “કોનમેન” કિરણ પટેલ જે વડા પ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાનો દાવો કરતો હતો તેની સાથેના સંબંધોનો ખુલાસો થયા બાદ રાજીનામું આપ્યું છે.

ગુજરાતના સીએમઓમાં વધારાના જનસંપર્ક અધિકારી હિતેશ પંડ્યાએ લગભગ 22 વર્ષ કામ કર્યા બાદ શુક્રવારે પોતાનું રાજીનામું આપી દીધુ છે, તેમણે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત પાંચ મુખ્ય પ્રધાનો હેઠળ સેવા આપી હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા 73 વર્ષીય પંડ્યાએ કહ્યું, “મેં મારું રાજીનામું મુખ્યમંત્રી (ભુપેન્દ્ર પટેલ)ને સુપરત કર્યું છે. મને કોઈએ રાજીનામું આપવા કહ્યું નથી. મને લાગ્યું કે, મારે રાજીનામું આપવું જોઈએ. હું 31મી માર્ચ સુધીમાં મારું પેન્ડિંગ કામ પૂરું કરીશ અને ઓફિસમાંથી મુક્ત થઈશ.

અગાઉ, તેમના રાજીનામાના કલાકો પહેલા એક અખબાર સાથે વાત કરતા, પંડ્યાએ સ્વીકાર્યું હતું કે, તેમના 43 વર્ષીય પુત્ર અમિતે આ મહિને કિરણ પટેલ સાથે “વ્યાપારી હેતુ માટે” તેમની સંમતિથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ મહિનાની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરમાં કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યારે અમિત અને જય સીતાપરા નામની અન્ય વ્યક્તિ કિરણ પટેલની સાથે હતા. આ કેસમાં અમિત અને સીતાપરાને જમ્મુ-કાશ્મીર પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે.

પંડ્યાના કહેવા પ્રમાણે, કિરણ પટેલ સામેના કેસમાં અમિત “નિર્દોષ” અને “સાક્ષી” પણ છે. તેમના પુત્રના હાલના ઠેકાણા વિશે પૂછવામાં આવતા પંડ્યાએ કહ્યું, “તે હાલમાં કાશ્મીરમાં છે.” અને હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે, તેને (J&K પોલીસ દ્વારા) સાક્ષી તરીકે તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યો હતો.”

પંડ્યાના જણાવ્યા મુજબ, તેમનો પુત્ર તેની ફર્મ સેફ સોલ્યુશન્સ દ્વારા સીસીટીવી કેમેરા જેવા ઘરના સુરક્ષા સાધનોનો વેપાર કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, અમિત ભાજપ સાથે સંકળાયેલો છે અને ગુજરાતના ઉત્તર ઝોનમાં પાર્ટીના સોશિયલ મીડિયા સેલનો કન્વીનર પણ હતો.

પંડ્યાએ જણાવ્યું હતું કે, “પાર્ટીમાં ફેરબદલના ભાગરૂપે, તેમને આ વર્ષે જાન્યુઆરીમાં પાર્ટીના સોશિયલ મીડિયા સેલના ઉત્તર પ્રદેશ કન્વીનર તરીકેની તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.” જ્યારે SAIL ના રાજ્ય કન્વીનર મનન દાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે, અમિત જાન્યુઆરી 2023 સુધી ઉત્તર ઝોનના કન્વીનર હતા.

આ બધા વચ્ચે, પંડ્યાએ કિરણ પટેલના સીએમઓ સાથેના સંબંધો અંગે કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ તેમણે સ્વીકાર્યું કે, 2011માં કિરણ પટેલ તેમના દ્વારા બનાવવામાં આવેલી ખાનગી સંસ્થા નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન (NFF) સાથે સંકળાયેલો હતો.

પંડ્યાએ કહ્યું કે, “મેં મોદી સાહેબના વિચારોનો પ્રચાર કરવા માટે 2011માં આ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. હું સંસ્થાનો સ્થાપક છું… અમારું કામ માત્ર દેશની સેવા સાથે સંકળાયેલું હતું. ત્યારે અમે લોકોને ભાજપ સરકારના કામો અને પ્રોજેક્ટ્સ વિશે જાગૃત કરવા માટે ભારત જાગો અભિયાન શરૂ કર્યું હતું… તે (કિરણ પટેલ) અમિત સાથે હોવાને કારણે સંપર્કમાં આવ્યો હતો. અને તે NFF માં જોડાયો.”

જ્યારે પુત્ર અમિતના કિરણ પટેલ સાથેના સંબંધ વિશે ખાસ રીતે પૂછવામાં આવ્યું ત્યારે પંડ્યાએ કહ્યું, “તેઓ 2004માં એક પ્રમોશનલ કંપનીમાં સાથે કામ કરતા હતા. અને હું તેને અમિતના મિત્ર તરીકે ઓળખું છું… પરંતુ 2011માં જ મને સમજાયું કે, તે (કિરણ) રાખવા જેવો માણસ નથી. તેથી, મેં તેને અને તેની સાથેના દરેક સભ્યને (NFF તરફથી) રિલીવ કરી દીધા હતા… મને તેનું વર્તન અને બિલિંગ યોગ્ય ન લાગ્યું… પછી, તેણે (કિરણ પટેલ) પોતાનું સંગઠન શરૂ કર્યું.

તેમના પુત્રને કિરણ પટેલ વિશે કેમ ચેતવણી ન આપી તે અંગે પૂછવામાં આવતા પંડ્યાએ કહ્યું હતું કે, “તે મિત્ર તરીકે કોઈની સાથે પણ હોઈ શકે છે.” બીજું, તે એક બિઝનેસમેન છે. જો તમને લાગતું હોય કે, કોઈ તમને ધંધો કરાવી શકે છે, તો તમે સંબંધ શા માટે તોડશો? તે સંબંધ તોડ્યા વિના તેનાથી દૂર રહેતો હતો.

પંડ્યાએ કહ્યું કે, જ્યારે અમિતની “દુર્લભ હૃદયની બિમારી”ની સારવાર થઈ હતી, “ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, મેં કેટલાક અખબારોમાં તેના વિશે કહાની લખી હતી. તેને (કિરણ) વાંચ્યું અને અમિતની ખબર કાઢવા હોસ્પિટલ આવ્યો. આ પછી તેણે અમિત સાથે ફરી સંપર્ક વધાર્યો. પછી, તેણે અમિતને કહ્યું કે, તેને કાશ્મીરમાં ઘણું કામ છે અને તે તેની સાથે જોડાઈ શકે છે.

પંડ્યાના જણાવ્યા અનુસાર, અમિત મને પુછ્યા બાદ કિરણ પટેલ સાથે જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયો હતો. તેણે કહ્યું, “તે બિઝનેસ હેતુ માટે ગયો હતો… તે સીસીટીવી સંબંધિત બિઝનેસ પ્રસ્તાવ રજૂ કરવા માંગતો હતો.”

તેમણે કહ્યું, “કિરણની ધરપકડ પછી, અમિત અને જયને એક હોટલમાં રાખવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પછી, તેમને જવા દેવામાં આવ્યા અને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે આવવાનું કહેવામાં આવ્યું…તેમનું નિવેદન સાક્ષી તરીકે નોંધવામાં આવ્યું.”

પંડ્યાના જણાવ્યા મુજબ, “આ બાબત (અમિત પાસેથી) વિશે જાણ્યા પછી, મેં તરત જ મુખ્ય પ્રધાન (ભુપેન્દ્ર પટેલ) અને અન્ય લોકોને જાણ કરી, જે મને જાણ કરવાની જરૂર લાગી.”

પંડ્યાનો ગુજરાત સીએમઓમાં સૌથી લાંબો કાર્યકાળ રહ્યો છે, તેઓ 2001 થી ત્યાં હતા, શરૂઆતમાં સહાયક પીઆરઓ તરીકે નિમણૂક થયા હતા. તેઓ અગાઉ લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા હતા અને રાજકોટના દૈનિક “ફૂલછાબ” સાથે પણ કામ કરતા હતા.

Web Title: Gujarat cmo veteran official resigns admits son relationship with kiran patel

Best of Express