Gujarat Corona Case: ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી, ગાંધીનગરમાં 2 દર્દીનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ, નવો વેરિયન્ટ JN.1 હોવાની આશંકા

Covid 19 Virus Case In Gujarat: ગુજરાતના ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયો છે. આ બંને દર્દીઓ 48 વ્યક્તિઓ સાથે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. હવે આ વ્યક્તિઓનું કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ થઇ રહ્યું છે.

Written by Ajay Saroya
December 19, 2023 20:50 IST
Gujarat Corona Case: ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી, ગાંધીનગરમાં 2 દર્દીનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ, નવો વેરિયન્ટ JN.1 હોવાની આશંકા
કોરોના વાયરસનું ટેસ્ટ - પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Covid 19 Positive Case In Gujarat: ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોવિડ 19 વાયરસના બે કેસ નોંધાયો છે. કોરોના વાયરસથી સંક્રમિત આ બંને દર્દીઓ સગી બહેનો છે. કોવિડ 19ના આ કેસ નવા વેરિયન્ટના હોવાની આશંકા છે. હાલ બંને દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયરસની એન્ટ્રી (Corona Virus Positive Case In Gujarat

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયરસના બે નવા કેસ નોંધાતા લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી બે બંનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નવા કેસ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારતમાં કોવિડ-19 વાયરસના નવા JN.1 વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો હોવાની પૃષ્ટિ થઇ છે.

coronavirus | covid-19 | world news | Google news | Gujarati news
કોરોના વાયરસનો ખતરો (express photo – Nirmal Haridran)

કોરોના સંક્રમિત આ બંને દર્દીની ઉંમર અનુક્રમે 59 અને 57 વર્ષ છે. તેમની ઘરે જ સારવાર ચાલી રહી છે. હાલ આ બંને દર્દીઓના સેમ્પલ જીનોમ સીક્વેંસિંગ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

કોરોના સંક્રમિત દર્દીઓ 50 લોકો સાથે પ્રવાસે ગયા હતા

આ દરમિયાન ચોંકાવનાર માહિતી સામે આવી છે. ગાંધીનગરમાં જે બે મહિલાઓ કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યુ છે, તેઓ 50 વ્યક્તિો સાથ દક્ષિણ ભારતના પ્રવાસ ગયા હતા. આથી તેમની સાથે પ્રવાસે જનાર અન્ય વ્યક્તિઓને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યુ હોવાની ચિંતા સતાવી રહી છે. આ તમામ પ્રવાસીઓ અલગ-અલગ વિસ્તારના હતા. હવે બાકીના 48 વ્યક્તિઓના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ થઇ રહ્યું છે.

હાલ દેશમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ છે? (Corona Case In India)

દેશમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ 18 ડિસેમ્બર, 2023ના રોજ નવા 260 કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં હાલ કોરોના પોઝિટિવ 1828 કેસ છે. નોંધનિય છે કે, ભારતમા કોવિડ-19 વાયરસના નવા વેરિયન્ટ JN.1 વેરિયન્ટનો પ્રથમ કેસ સોમવારે નોંધાયો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો | કોરોનાનું નવું સ્વરૂપ સામે આવ્યું, પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો, નિષ્ણાતે શું કહ્યું – ડરવું જોઈએ કે નહીં?

કેન્દ્ર સરકારની કોરોના કેસ સંબંધિત એડવાઈઝરી

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ કેસ સંબંધિત એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરી તમામ રાજ્યોને જારી કરવામાં આવી છે જેમાં તેમને નિયમિત દેખરેખ રાખવા જણાવ્યું છે. રાજ્યોને વધુમાં વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની પણ સલાહ આપવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ