Gujarat Corona Case: અમદાવાદમાં કોરોના વાયરસથી 1 દર્દીનું મોત, ગુજરાતમાં મહામારી વધવાની આશંકા; દેશભરમાં કોવિડ 19ના સતત નવા કેસથી ગભરાટ

India Covid 19 JN.1 Variant Case Update: ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ઘણા મહિનાઓ બાદ ગુજરાતના અમદાવાદમાં કોવિડ 19 સંક્રમણથી એક દર્દીના મોતથી ગભરાટ ફેલાયો છે.

Written by Ajay Saroya
December 26, 2023 22:03 IST
Gujarat Corona Case: અમદાવાદમાં કોરોના વાયરસથી 1 દર્દીનું મોત, ગુજરાતમાં મહામારી વધવાની આશંકા; દેશભરમાં કોવિડ 19ના સતત નવા કેસથી ગભરાટ
પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Gujarat Coronavirus Case Death Update: કોરોના વાયરસ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં ઘણા મહિનાઓ બાદ કોવિડ 19 વાયરસના સંક્રમણથી એખ દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. હવે જ્યારે કોરોના વાયરસથી એક દર્દીનું મોત નિપજ્યુ છે ત્યારે અમદાવાદમાં આ જીવલેણ સંક્રમણને ળઇ ચિંતા વધી ગઇ છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ન્યુ યર સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠાં થવાના હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધવાની ચિંતા છે.

અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત મહિલાનું મોત (Coronavirus Death In Ahmedabad)

શિયાળો શરૂ થતા જ દેશભરમાં અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી દક્ષિણ ભારતમાં જ કોવિડ 19ના સંક્રમણથી દર્દીના મોત થઇ રહ્યા હતા, જો કે આજે ગુજરાતના અમદાવાદમાં પણ વાયરસથી એક દર્દીનું મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

coronavirus latest update, covid 19 update, Covid deaths tolls
કોરોના વાયરસથી મોત – ફાઇલ તસવીર

અમદાવાદના દરિયાપુરમાં કોરોના વાયરસના સંક્રમણથી એક 82 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ મૃતક મહિલા અક્ષરકૃપા હોસ્પિટલમાં દાખલ હતા. તેમને કોમોર્બિડિટીઝ હતું.

ગુજરાતમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ અમદાવાદમાં (Coronavirus Case In Gujarat)

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સંક્રમિત દર્દીના મોતથી રાજ્યના આરોગ્ય મંત્રાલયની ચિંતા વધી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે કોરોના વાયરસના સંક્રમણના નવા બે કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ કોરોના વાયરસના 35 એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોનમાં 2 કેસ, પશ્ચિમ ઝોનમાં 14 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11 કેસ, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 5 કેસ, દક્ષિણ ઝોનમાં 3 કેસ છે.

coronavirus | covid-19 | world news | Google news | Gujarati news
કોરોના વાયરસનો ખતરો (express photo – Nirmal Haridran)

ભારતમાં નવા 412 કોરોના કેસ (Covid 19 Case In India)

ભારતમાં કોરોના વાયરસ અને તેના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 412 કેસ નોંધાયા છે, આ સાથે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4170 થઇ છે. કોવિડ 19ના સંક્રમણથી કર્ણાટકમાં વધુ 3 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,33,337 થયો છે. નોંધનિય છે કે, સોમવારે દેશમાં નવા 628 કોરોના કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો | ચીનમાં તાવથી લોકો પીડિત , હોસ્પિટલોમાં કતારો, કોરોના નહીં, તો શું કારણ છે?

ભારતમાં જેએન.1 વેરિયન્ટના 63 કેસ (JN.1 Variant Case In India)

ભારતમાં કોવિડ 19 વાયરસના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટનના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. દેશમાં રવિવાર સુધી કોરોના વાયરસના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટના કુલ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોવામાં નોંધાયા છે. દેશભરમાં હાલ કોવિડ 19 વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા 4000ને વટાવી ગઇ છે. આ સાથે ગુજરાતમાં પણ ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ