Coronavirus cases in gujarat: ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને અમેરિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ (Corornavirus new varient) BF.7એ કહેર મચાવ્યો છે. આ દેશોમાં કોવિડ-19 (Covid 19) નો નવો વાયરસ તેજ રફતારથી લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. ઓમિક્રોનના નવા વેરિએન્ટે ભારતની ચિંતા વધારી છે અને તેને લઇને સરકાર સતર્ક થઇ ગઇ છે.
સ્વાસ્થ મંત્રાલયે ભારતમાં કોવિડ-19ના નવા વેરિએન્ટનું સંક્રમણ ફેલાતા અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારે 65 કોવિડ 19 સંક્રમિત લોકોના નમૂના ગાંઘીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) માં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં 2 કંબોડિયાઇ નાગરિક સામેલ છે. જેમાંથી એક મહિલા અને એક પુરૂષ છે.
આ બંને કંબોડિયન વ્યક્તિ કંબોડિયન માઇન એક્શન એન્ડ વિક્ટિમ અસિસ્ટેં ઓથોરિટી (CMAA) ના 19 સદસ્યોના પ્રિતિનિધિમંડળનો હિસ્સો છે. જે 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્ર રક્ષા વિશ્વવિધાલયમાં એક પ્રશિક્ષણ કાર્યક્રમ માટે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા.
ધ ઇન્ડિયન એક્સપ્રેસએ શુક્રવારે GBRCના નિયામક પ્રો.ચૈતન્ય જોશી સાથે પુષ્ટી કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા મોકલેલા 65 કેસોની રિપોર્ટ આવતા અઠવાડિયએ આવવાની સંભાવના છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ધ ઇન્ડિયન એક્પ્રેસે જણાવ્યું હતું કે, જીનોમ સિક્વન્સિંગ માટે મોકલેલા કેસોમાં ઘરેલુ સ્થાનિય પ્રવાસી છે.