ધનરાજ નથવાણીની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રમુખ તરીકે વરણી થઈ હતી. આ મામલે બીસીસીઆઈ સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તથા આઈસીસીના ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સના પ્રમુખ જયશાહ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 86મી વાર્ષિક સભા ધનરાજ નથવાણીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં આગામી ટર્મ 2022 થી 2025 માટે હોદ્દેદારો માટે ચૂંટણી થઈ જેમાં, અધિકારી વરેશ સિંહા દ્વારા ધનરાજ નથવાણી સહિત પાંચ સભ્યોને બિન હરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
તમને જણાાવી દઈએ કે, ધનરાજ નથવાણીની પ્રમુખ તરીકે વરણી થઈ, તો હેમંત કોન્ટ્રાક્ટરની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે અનિલ પટેલની સેક્રેટરી, મયુર પટેલની જોઈન્ટ સેક્રેટરી અને ભરત માંડલીયાની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બીસીસઆઈ સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તથા આઈસીસીના ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સના પ્રમુખ જયશાહે તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવી શુભકામના આપી હતી.
આ પણ વાંચો – રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મળશે ટી20ની કમાન? BCCIના નવા સિલેક્ટર્સ પસંદ કરશે દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતીય ટીમ સેમિ ફાઈનલ સુધી પહોંચી પરંતુ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ નેશનલ ટીમ સહિત પેરફાર કરવામાં આવ્યા છે.