ગુજરાત : દેલવાડા જૂનાગઢ ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

Gujarat Train Accident : ગીર ગઢડા તાલુકાનાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચે આવતા એક ખુલ્લા ફાટક પર દેલવાડા જૂનાગઢ ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.

Written by Ajay Saroya
April 14, 2024 12:00 IST
ગુજરાત : દેલવાડા જૂનાગઢ ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
ગુજરાતમાં દેલવાડા જૂનાગઢ ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત થયો છે.

Gujarat Train Accident : દેલવાડા જૂનાગઢ ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે એક ગંભર અકસ્માત થયો છે. ગીર ગઢડા તાલુકાનાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચે આવતા એક ખુલ્લા ફાટક પર ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત થયો છે. ટ્રેનની ટક્કરથી બસ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બસ માં સવાર ત્રણ લોકો માંથી એક વ્યક્તિને સમાન્ય ઉજા થઇ છે.

ખુલ્લા ફાટક પર ટ્રેન અને બચ વચ્ચે અકસ્માત

કામધેનુ નામની ખાનગી ટ્રાવેલ્સ હરમડિયા થી સુરત જવા નીકળેલી હતી. ટ્રેનના સમય પસાર થવાના સમયે આ ખાનગી બસ ખુલ્લા ફાટક માંથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માત થયો છે. ટ્રેન સાથે અથડાતાં ખાનગી ટ્રાવેલ્સ દૂર ફંગોળાઇ હતી.

જો કે સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે. ટ્રેન બસ સાથે અથડાતા ટ્રાવેલ્સમાં સવાર ત્રણ લોકો માંથી એક વ્યક્તિને સમાન્ય ઉજા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તને ગીર ગઢડા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ