ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકારણનો માહોલ ગરમ થઇ રહ્યો છે તેવી જ રીતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં પણ રાજકારણ રમાઇ રહ્યુ છે. ભાજપ જામનગરની બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકીટ આપી છે. અહીં તેમણે વિરુદ્ધ પક્ષના ઉમેદવારોની સાથે સાથે પોતાના ઘરમાં પોતાના વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નણંદ નયનાબા બાદ હવે સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ પુત્રવધુ રવીબાની વિરદ્ધમાં અપીલ કરતા વિડિયો વાયરલ થયો છે.
રવીબા જાડેજા સામે ઘરમાં સૌથી મોટો પડકાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરની બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા માટે મુશ્કેલીઓ વધી છે. રવિન્દ્ર જાડેજાના પિતા પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં વોટ માંગતો વિડિયો જાહેર કર્યો છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

નણંદ બાદ હવે સસરા પણ વિરોધમાં
અત્યાર સુધી રીવાબાના રાજકીય વિરોધી તેમના નણંદ નયનાબા એટલે કે રવિન્દ્ર જાડેજાના બહેન સાથે જ હતી જો કે હવે સસરા એટલે કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાનો પણ સામનો કરવા તૈયાર રહેવુ છે. અનિરુદ્ધ સિંહ જાડેજાનો એક વિડિયો વાયરસ થયો છે જેમાં તેમણે લોકોને પોતાની પુત્રવધુ રવીબાના બદલે આ વ્યક્તિને મત આપવા અપીલ કરી છે.
રવિન્દ્ર જાડેજાના પિતાએ વિડિયોમાં શું કહ્યું
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ જામનગરની જનતાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હું, અનિરુદ્ધસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરું છું. તે મારા નાના ભાઈ જેવા છે. હું ખાસ કરીને રાજપૂત મતદારોને ભૂપેન્દ્ર સિંહને મત આપવા અપીલ કરું છું.
કોંગ્રેસે ટાંક્યું નિશાન
યુથ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, “ગુજરાતમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમની બીજેપી ઉમેદવાર પુત્રવધૂ સામે ફિલ્ડીંગ ચુસ્ત કરી દીધી છે. તેમણે લોકોને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા જામનગરમાં ઘણી રેલીઓ કરી રહ્યા છે, જેમાં પત્નીની તરફેણમાં વોટ કરવાની અપીલ કરી રહ્યા છે.

લોકોએ મજા માણી
સૂરજ નામના યૂઝરે ટોણા મારતા લખ્યું કે ભાઈ, આમની મુશ્કેલીઓ તો તેમના ઘરે જ સમાપ્ત નથી થઈ રહી. રાજેન્દ્ર ત્રિપાઠી નામના યુઝરે કોમેન્ટ કરી- લો ભૈયા, ડૂબ ગયી નૈયા. જો પરિવારના સભ્યો તમારી સાથે નહીં હોય તો જનતા તમારો સાથ કેવી રીતે આપશે.
તો સુમન નામના યૂઝરે લખ્યું કે, “BJPએ ઘરમાં ઘૂસીને ભાગલા પાડી દીધા છે, આ પાર્ટી માત્ર પરિવારોને તોડવાનું જાણે છે. સ્વેતા શુક્લા નામના યુઝરે લખ્યું, “જ્યારે પોતાના જ સાથે નહીં તો કેટલા વોટ મળશે. ઘરના લોકોએ તેને નકારી દીધી છે. અજય રાય નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે ‘હવે બહુ થઈ ગયું છે, પરિવારના સભ્યો પોતે જ વોટ આપવાનો ઈન્કાર કરી રહ્યા છે.’
ભાજપના જામનગરના ઉમેદવાર રીવાબાજ જાડેજા વિશેના મુખ્ય 3 સમાચારBJPએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ટિકીટ કેમ આપી?
ભાજપના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પાસે કેટલી સંપત્તિ છે?
અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા પહેલાથી જ જામનગર ઉત્તરના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં પ્રચારમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ પોતાની ભાભી રીવાબા જાડેજા વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપી રહી છે.





