ગુજરાત : ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, રાજ્ય સરકારે વેતનમાં કર્યો 30 ટકા વધારો, સમજો પગારનું ગણિત

Gujarat fixed salary employee salary Increase : ગુજરાત સરકાર (State Goverment) દ્વારા ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી દિવાળી (Diwali) સમયે મોટી ભેટ આપી છે, તો સમજીએ ગ્રેડ પે આધારિત કોનો કેટલો પગાર વધારો થશે.

Written by Kiran Mehta
Updated : October 18, 2023 17:06 IST
ગુજરાત : ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, રાજ્ય સરકારે વેતનમાં કર્યો 30 ટકા વધારો, સમજો પગારનું ગણિત
ગુજરાત સરકારે ફિક્સ પગાર કર્મચારીઓના પગારમાં વધારો કર્યો (ફાઈલ ફોટો)

Increase in salary of fixed salary employee in Gujarat : કેન્દ્રમાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4 ટકાનો વધારો કરવાની સાથે ગુજરાતની રાજ્ય સરકારે પણ ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ આપી છે. રાજ્ય સરકારે ફિક્સ પગાર કર્મચારીઓના વેતનમાં સીધો 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે સરકાર વતી મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેટલા કર્મચારીઓને લાભ મળશે? પગાર વધારો ક્યારથી લાગુ થશે?

મંત્રિ ઋષિકેષ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલમાં 61,560 કર્મચારીઓ ફિક્સ-પગાર આધારિત નોકરી કરી રહ્યા છે. જેમના વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023 ની અસરથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ પણ વધશે.

આ પણ વાંચોDA Hike News : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, DAમાં 4 ટકા વધારાની જાહેરાત, સમજો કેટલો પગાર વધશે?

સમજો – તમારા ગ્રેડ પે આધારિત – કોનો કેટલો પગાર વધશે

મંત્રીએ આ મામલે વધારે માહિતી આપતા કહ્યું કે, વર્ગ-3 ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. તો વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ