મોંઘવારી વચ્ચે ગુજરાતમાં મકાન-ઘર કે ઓફિસ ખરીદવી વધારે ખર્ચાળ બની જશે. ગુજરાત સરકારે જંત્રીના દરમાં કરમતોડ લગભગ 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 12 વર્ષ બાદ જંત્રી દરમાં વધારો કર્યો છે અને નવા જંગી દર 6 ફેબ્રુઆરી, સોમવારથી અમલમાં આવશે.
12 બાદ જંત્રીના દરમાં બમણો વધોરો
ગુજરાત સરકારે વર્ષ 2011થી રાજ્યમાં અમલી જંત્રીના દરમાં વધારો કર્યો છે અને નવા દર 6 ફેબ્રુઆરી, 2023 સોમવારથી લાગુ થઇ જશે. હવે રાજ્યમાં એડહોક ધોરણે નવા જંગી દર લાગુ થશે. જો કે હાલ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે અને તે પૂર્ણ થયા બાદ નવા જંત્રી દર અમલમાં આવશે. ગુજરાતમાં હવે ઔદ્યોગિક વિકાસ, શહેરી અને ગ્રામ્ય વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓના લીધે બદલાતા માહોલ પ્રમાણ જંત્રીના દર નક્કી કરવામાં આવશે.
બજેટ પહેલા જ ઝિંકાયો કમરતોડ બોજ
ઉલ્લેખનિય છે કે, વિધાનસભામાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થાય તેની પહેલા જ ભાજપ સરકારે ગુજરાતની જનતા પર જંત્રીદરમાં વધારો કરીને કમરતોડ બોજ ઝિંક્યો છે. હવે બજેટમાં ગુજરાતની પ્રજા પર કરવેરાનો કેટલો બોજ ઝિંકશે તે જોવાનું રહ્યું.